હોમ પેજ / રેસિપી / કળથી પનીર કરી

Photo of HORSEGRAM CURRY WITH PANEER by Deepa Rupani at BetterButter
514
4
0.0(0)
0

કળથી પનીર કરી

Dec-13-2018
Deepa Rupani
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કળથી પનીર કરી રેસીપી વિશે

ગુજરાતી માં કળથી, હિન્દી માં કુલથી, તામિલ માં કોલ્લુ અને ઇંગ્લિશ માં હોર્સ ગ્રામ થી જાણીતી છે પણ હજી આપણે ત્યાં વપરાશ ઓછો છે. પરંતુ પ્રોટીન થી ભરપૂર એવી કળથી માં લોહતત્વ તેમજ કેલ્શિયમ પણ ભરપૂર છે. મધુપ્રમેહ તથા પથરી ના દર્દ માં ઉપયોગી છે. આજે પનીર સાથે તેની કરી બનાવીએ છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ કળથી
  2. 1 કપ છીણેલું પનીર
  3. 2 ડુંગળી
  4. 10 કળી લસણ
  5. 3 લીલા મરચા
  6. 1 " આદુ
  7. 1 સિમલા મરચું
  8. 2 ટામેટા
  9. 2 tbsp તેલ
  10. 1 tsp લાલ મરચું
  11. 1/2 tsp હળદર
  12. 1 tsp ધાણાજીરું
  13. 1 tsp ગરમ મસાલા
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ઝીણી સુધારેલી કોથમીર

સૂચનાઓ

  1. કળથી ને પ્રેશર કુકર માં બાફી લો.
  2. ટામેટા ની પ્યૂરી બનાવો.
  3. ડુંગળી, લસણ, લીલા મરચા, આદુ ની પેસ્ટ બનાવો.
  4. સિમલા મરચું ચોરસ ટુકડા માં સુધારી લો.
  5. તેલ ગરમ મૂકી પેસ્ટ ને સાંતળો. થોડી સંતળાઈ એટલે ટામેટા પ્યૂરી ઉમેરો.
  6. એ સંતળાઈ જાય એટલે બધા મસાલા નાખી થોડી સેકન્ડ સાંતળો.
  7. પછી કળથી અને પનીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  8. થોડી મિનિટ ચડવા દો. જરૂર પડે તો થોડું પાણી નાખવું.
  9. છેલ્લે સિમલા મરચું તથા મીઠું નાખી 2-3 મિનિટ રાખી ગેસ બંધ કરો.
  10. કોથમીર થી સજાવી , ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર