પાલક પનીર કોફ્તા કરી | Palak Kofta Curry Recipe in Gujarati

ના દ્વારા Hiral Pandya Shukla  |  13th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Palak Kofta Curry by Hiral Pandya Shukla at BetterButter
પાલક પનીર કોફ્તા કરીby Hiral Pandya Shukla
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

પાલક પનીર કોફ્તા કરી

પાલક પનીર કોફ્તા કરી Ingredients to make ( Ingredients to make Palak Kofta Curry Recipe in Gujarati )

 • 250 ગ્રામ ઘર માં બનેલું પનીર
 • 60 ગ્રામ બેસન
 • 1 કીલો પાલક
 • કટકો આદુ
 • 5-6 લીલા મરચા
 • 250 ટમેટા
 • 125 ગ્રામ ડુંગળી
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1 ચમચી આખું જીરું
 • 1 ચમચી ધાણાજીરુ
 • 1 ચમચી ખાંડ
 • 1 ચમચી ગરમ મસાલો
 • ઘી બે ચમચી
 • તજ,લવીંગ,તમાલપત્ર અને સુકુ લાલ મરચું વઘાર માટે

How to make પાલક પનીર કોફ્તા કરી

 1. પાલક ના ડાળખા કાપી ધોઇ ને ઉકળતા પાણીમાં નાખી એમા એક ચમચી ખાંડ નાંખી ઢાંકી ને ધીમે તાપે પાચ મીનીટ સુધી ચડવા દો.
 2. પનીર ખમણી એમાં મીઠું ઉમેરી મીક્સ કરો.
 3. કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં સુકા ખડા મસાલા, આખું જીરું, સમારેલી ડુંગળી , મરચા અને ટમેટા નાખી મીઠું નાખીને ઢાંકી પાકવા દો.
 4. પાલક ને ચારણી માં ચાળી નીતરવા દો પછી પીસી લો.
 5. ટમેટા ના મીશ્રણ ની પણ પેસ્ટ કરો.
 6. પીસેલી પાલક મા મીઠું અને ચણાનો લોટ નાખી મિક્સ કરો.( નાની વાટકી લોટ કાઢી લો.)
 7. હવે એ મીશ્રણ માથી નાની થેપલી બનાવી અંદર પનીર નું મીશ્રણ મુકી ગોળી વાળી બેસન મા રગદોળી ગરમ તેલમાં તળી લો.
 8. કઢાઇ મા ઘી મુકી ટમેટા ની પેસ્ટ સાતળો તેમા ગરમ મસાલો નાખી પાંચ મીનીટ ચઢવા દો.
 9. જમવા બેસતી વખતે 15 મીનીટ પહેલા કોફ્તા ઉપર ગ્રેવી નાખી સજાઓ.

My Tip:

તમે કોફ્તા ઘી માં પણ તરી શકો અથવા અપ્પે પેનમાં સાતળી પણ શકો.

Reviews for Palak Kofta Curry Recipe in Gujarati (0)