હોમ પેજ / રેસિપી / પાલક પનીર કોફ્તા કરી

Photo of Palak Kofta Curry by Hiral Pandya Shukla at BetterButter
19
7
0.0(0)
0

પાલક પનીર કોફ્તા કરી

Dec-13-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર કોફ્તા કરી રેસીપી વિશે

પાલક પનીર તો બનાવતા હોય છે પણ હવે કોફ્તા સાથે બનાવજો ખરેખર આ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ઘર માં બનેલું પનીર
  2. 60 ગ્રામ બેસન
  3. 1 કીલો પાલક
  4. કટકો આદુ
  5. 5-6 લીલા મરચા
  6. 250 ટમેટા
  7. 125 ગ્રામ ડુંગળી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચી આખું જીરું
  10. 1 ચમચી ધાણાજીરુ
  11. 1 ચમચી ખાંડ
  12. 1 ચમચી ગરમ મસાલો
  13. ઘી બે ચમચી
  14. તજ,લવીંગ,તમાલપત્ર અને સુકુ લાલ મરચું વઘાર માટે

સૂચનાઓ

  1. પાલક ના ડાળખા કાપી ધોઇ ને ઉકળતા પાણીમાં નાખી એમા એક ચમચી ખાંડ નાંખી ઢાંકી ને ધીમે તાપે પાચ મીનીટ સુધી ચડવા દો.
  2. પનીર ખમણી એમાં મીઠું ઉમેરી મીક્સ કરો.
  3. કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં સુકા ખડા મસાલા, આખું જીરું, સમારેલી ડુંગળી , મરચા અને ટમેટા નાખી મીઠું નાખીને ઢાંકી પાકવા દો.
  4. પાલક ને ચારણી માં ચાળી નીતરવા દો પછી પીસી લો.
  5. ટમેટા ના મીશ્રણ ની પણ પેસ્ટ કરો.
  6. પીસેલી પાલક મા મીઠું અને ચણાનો લોટ નાખી મિક્સ કરો.( નાની વાટકી લોટ કાઢી લો.)
  7. હવે એ મીશ્રણ માથી નાની થેપલી બનાવી અંદર પનીર નું મીશ્રણ મુકી ગોળી વાળી બેસન મા રગદોળી ગરમ તેલમાં તળી લો.
  8. કઢાઇ મા ઘી મુકી ટમેટા ની પેસ્ટ સાતળો તેમા ગરમ મસાલો નાખી પાંચ મીનીટ ચઢવા દો.
  9. જમવા બેસતી વખતે 15 મીનીટ પહેલા કોફ્તા ઉપર ગ્રેવી નાખી સજાઓ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર