હોમ પેજ / રેસિપી / મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી

Photo of Mix beans with spinach gravy by Meghna Sodha at BetterButter
614
4
0.0(0)
0

મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી

Dec-13-2018
Meghna Sodha
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી રેસીપી વિશે

શિયાળામાં મળે છે તે સ્વાદિષ્ટ દાણા નું શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ પાલકની પ્યૂરી
  2. ૧ કપ બાફેલા વટાણા, લીલાં ચણા અને તુવેરના દાણા
  3. ૧/૨ કપ ચોળી
  4. ૧/૨ કપ સમારેલા કાચા કેળા
  5. ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  6. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. વઘાર માટે તેલ
  8. રાઈ
  9. જીરું
  10. અજમા
  11. હિંગ
  12. ૧ લીંબુનો રસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બેસન કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અજમા અને હીંગનો વઘાર કરો.
  2. પછી આદુ મરચાની પેસ્ટ ઉમેરો
  3. હવે તેમાં ચોળી ઉમેરી, સહેજ પાણી નાખી મીઠું નાખી ચઢવા દો.
  4. તે ચઢવા આવે એટલે કાચા કેળા ઉમેરો.
  5. બંને ચઢી જાય એટલે બધા દાણા ઉમેરો.
  6. ત્યારબાદ પાલકની પ્યૂરી ઉમેરો.
  7. સહજ ચડિયાતા મસાલા કરો અને કૂક થવા દો.
  8. શાકનો રસો નથી કરવાનો, પ્યુરી નું બરાબર કોટીગ કરવાનું છે.
  9. છેલ્લે કોથમીર નાખી મિક્સ કરો.
  10. ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરો.
  11. રોટલી, ભાખરી કે પૂરી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર