હોમ પેજ / રેસિપી / અફઘાની પનીર

Photo of Afghani Paneer by Jhanvi Chandwani at BetterButter
900
7
0.0(0)
0

અફઘાની પનીર

Dec-14-2018
Jhanvi Chandwani
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અફઘાની પનીર રેસીપી વિશે

આમાં પનીર ને બદામ ખસખસ કાજુ અને દહીં નો મસાલો રેડી કરી તેમાં પનીર મૅરીનેટ કરી . પનીરને સૂજી ફ્રાય કરી રીચ ગ્રેવી બનાવી તેના એ પનીર નાખ્યા છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • અફઘાની
  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 5

  1. પનીર 150 ગ્રામ
  2. દહીં 1 વાટકી
  3. કાજુ 8
  4. બદામ 10
  5. ખસખસ 2 ચમચી
  6. ડુંગળી 1
  7. લસણ 6 કળી
  8. ટામેટા 2
  9. લીલા મરચાં 3
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. લાલ મરચું પાવડર 1/૨ ચમચી
  12. દાણા પાવડર 1 ચમચી
  13. હળદર 1/2 ચમચી
  14. ગરમ મસાલો 1/2 ચમચી
  15. કસૂરી મેથી 1/2 ચમચી
  16. ઘી 2 ચમચી
  17. બટર 2 ચમચી
  18. દૂધ 1/2 કપ
  19. જીરું 1/2 ચમચી
  20. ઘર નો ગરમ મસાલો 2 ચપટી

સૂચનાઓ

  1. બદામ કાજુ ખસખસને પીસી તેનો પાવડર બનાવો. પછી એક બાઉલ માં દહીં લઈ તેમાં તે પાવડર નાખો અને લીલા મરચાં ની પેસ્ટ, મીઠું, હળદર, દાણા પાવડર, અને ગરમ મસાલો નાખો. અને તેને મિક્સ કરી લો.
  2. હવે તે બેટર માં પનીર ના ટુકડા નાખી 20 મિનિટ માટે ઢાંકી દો.20 મિનિટ બાદ તે પનીર ને સૂજી લગાડી પેન ફ્રાય કરો.
  3. તેના વધેલા બેટર માં દૂધ ઉમેરી તેમાં ગરમ મસાલો, મીઠું,લાલ મરચું પાવડર, દાણા પાવડર, હળદર, અને ઘર નો ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.પછી કડાઈ માં ઘી બટર નાખી તેમાં જીરું અને ડુંગળી, લસણ ની પેસ્ટ બનાવી સાંતળો.
  4. ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યારે તેમાં દૂધ વાળો મિશ્રણ નાખો અને તેને ધીમા આંચે હલાવતા રહો તેથી દૂધ ફટે નહિ. જ્યારે તેમાં ઘી દેખાય ત્યારે તેમાં ટામેટા ની પ્યુરી નાખો
  5. ગ્રેવી બરોબર તૈયાર થાય ત્યારે તેમાં મેથી નાખો અને મિક્સ કરો.
  6. ગ્રેવી તૈયાર થઈ જાય તેમાં પનીર નાખી સર્વ કરો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર