હોમ પેજ / રેસિપી / ગોભી મુસલ્લમ

Photo of Gobhi mussallam by Kamal Thakkar at BetterButter
229
5
0.0(0)
0

ગોભી મુસલ્લમ

Dec-14-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોભી મુસલ્લમ રેસીપી વિશે

આ એક મુઘલાઈ ડીશ છે જેમાં આખું ફુલગોબી બાફીને મુઘલાઈ ગ્રેવી સાથે પીરસવામાં આવે છે.કોઈ પણ પાર્ટી માં આ ડીશ બનાવો અને મહેમાનો ને ખુશ કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 5

  1. ફ્લાવર(ફુલગોભી) ૧ નાનું(૪૦૦ ગ્રામ)
  2. ટામેટા ૩ મોટા
  3. ડુંગળી ૩
  4. લસણ ૮-૧૦ કળી
  5. આદુ ૧ ઇંચ
  6. લવિંગ ૪
  7. તજ ૧ ટુકડો
  8. તમાલ પત્ર ૧
  9. જીરું ૧ નાની ચમચી
  10. તેલ ૧ મોટો ચમચો
  11. માખણ ૧ મોટો ચમચો
  12. ઘી ૧ મોટો ચમચો
  13. હિંગ ૧/૨ નાની ચમચી
  14. કાજુ ૨૦
  15. મીઠું સ્વાદાનુસાર
  16. હળદર ૧/૨ નાની ચમચી
  17. ધાણાજીરું ૨ ચમચી
  18. લાલ મરચું પાવડર ૧ ચમચી
  19. ગરમ મસાલો ૧/૨ ચમચી
  20. કસૂરી મેથી ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. પેલા ફલાવર ને સાફ કરી અંદર તપાસી લો કે સાફ છે.ચાલુ પાણી માં ધોઈ લો.
  2. કાજુ ને ગરમ પાણી માં ૧૫ મિનિટ પલાળી દો.
  3. એક મોટું તપેલું લઇ ને ૩ કપ પાણી નાખો.આમ ફલાવર મુકો.
  4. હળદર ને મીઠું નાખીને ઢાંકી દો.૫ મિનિટ ચડવા દો.પછી ફ્લાવર ને ઊંધું કરી દો.૭૦ % ચડી જાય એટલે ગેસ બંદ કરો.
  5. બીજી બાજુ એક કઢાઈ મેં તેલ ગરમ કરો.આમ લસણ,આદુ,લીલા મરચા ને ડુંગળી ના મોટા કટકા કરીને ઉમેરો.
  6. ડુંગળી નો રંગ સેજ બદલાય ત્યાં સુધી સાંતળો.
  7. હવે ત્રણ ટામેટા મોટા ટુકડા કરીને ઉમેરો.
  8. ઢાંકીને ચડવા દો.નરમ થઈ જાય એટલે ગેસ બંદ કરીને ઠરવા દો.
  9. ઠંડુ થાય એટલે પીસી લો.કાજુ ની પણ પેસ્ટ બનાવો.
  10. કઢાઈ માં માખણ ને ઘી લઈ લો.ગરમ થાય એટલે તમાલ પત્ર, લવિંગ,તાજ,જીરું ઉમેરો.
  11. હિંગ નાખો અને ટામેટા ની પેસ્ટ ઉમેરો.
  12. હળદર,મરચું,ધાણા જીરું,મીઠું ઉમેરો.
  13. બધું સરસ સાંતળી લો.તેલ છૂટું પડે એટલે કાજુ નો પેસ્ટ ઉમેરો.
  14. અર્ધો કપ પાણી ઉમેરીને ગ્રેવી ને થોડું સેટ કરો.
  15. થોડું ઉકળે એટલે કસૂરી મેથી ને ગરમ મસાલો ઉમેરો.
  16. પછી ફ્લાવર ને ગ્રેવી માં મુકો.
  17. ગ્રેવી નેચમચ થી ફ્લાવર ની ઉપર રેડો અને ઢાંકી દો.
  18. ૪-૫ મિનિટ ધીમા તાપે ચડવા દો. પછી ખોલીને ચાકુ નાખીને જોઈ લો કે ફ્લાવર ચડ્યું છે કે નઈ.અને ગેસ બંદ કરો.
  19. આપણું ગોભી મુસલ્લમ તૈયાર છે.આને ધીમે તબી સરવિંગ પ્લેટ માં મુકો અને કોથમીર ભભરવિને રોટલી,પરોઠા,નાન કે કુલચા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર