હોમ પેજ / રેસિપી / મિર્ચી કા સાલન

Photo of Mirchi ka salan by Hetal Sevalia at BetterButter
417
4
0.0(0)
0

મિર્ચી કા સાલન

Dec-14-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિર્ચી કા સાલન રેસીપી વિશે

સાલન means કરી.આ એક હૈદરાબાદી રેસિપી છે જેને પુલાવ અથવા બિરયાની જોડે સવૅ કરવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • હૈદરાબાદી
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 ચમચી શીગદાણા
  2. 2 ચમચી તલ
  3. 1 ચમચી ધાણા
  4. 1/2 ચમચી જીરું
  5. 8-10 કાશમીરી આખા મરચાં
  6. 8-10 મોટા લીલાં મરચાં
  7. 4-5 ચમચી તેલ
  8. 1 ડુંગળી બારીક સમારેલી
  9. 1/2 ચમચી રાઈ
  10. થોડા લીમડાના પાન
  11. 1/2 ચમચી કાશ્મીરી મરચું
  12. 1/4 ચમચી હળદર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1/4 ચમચી લસણ આદું ની પેસ્ટ
  15. 1/2 ચમચી ધાણાજીરું
  16. 1/2 ચમચી આમચૂર પાવડર
  17. 1 ચમચી આમલી ની પેસ્ટ
  18. 1/2 ચમચી ગોળ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં 1/2 ચમચી તેલ મૂકી શીગદાણા, તલ,ધાણા, જીરું, આખા સૂકા મરચાં બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ઠંડુ કરી જરૂર મુજબ પાણી ઉમેરી એક સ્મૂધ પેસ્ટ બનાવો.
  2. લીલાં મરચાં ને ચીરા પાડી બી કાઢી લો. ડીટયા ન તોડવા. ધાણાજીરું, આમચૂર, મીઠું, પાણી ઉમેરી પેસ્ટ બનાવો.આ પેસ્ટને હાથ થી મરચાં માં અંદર લગાવી દો. કઢાઈ માં તેલ મૂકી મરચાં ઉમેરી બ્રાઉન સ્પોટ થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.અધકચરા જ થવા દેવા.
  3. એક કઢાઈ માં તેલ મૂકી રાઈ,લીમડાના પાન નો વઘાર કરી ડુંગળી સાતળો. લસણ આદું ઉમેરી બધું લાલ કરો.હવે વાટેલી પેસ્ટ સાતળો. મીઠું, હળદર,લાલ મરચું ઉમેરો. તેલ છૂટે એટલે 1.5 -2 ગ્લાસ પાણી ઉમેરો.ઉબાલ આવે એટલે ગોળ, આમલી, મરચાં ઉમેરી ઢાકીને 10-15 મિનિટ થવા દો.
  4. મિડીયમ થીકનેસ રાખવી. ગરમાગરમ પુલાવ અથવા બિરયાની સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર