હોમ પેજ / રેસિપી / બઘારા બેગન

Photo of Baghara baingan by Hetal Sevalia at BetterButter
322
5
0.0(0)
0

બઘારા બેગન

Dec-14-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બઘારા બેગન રેસીપી વિશે

હૈદરાબાદી સ્ટાઈલમાં ભરેલા રીગણ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • હૈદરાબાદી
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ચમચી ધાણા
  2. 1 ચમચી જીરું
  3. 4-5 સૂકા મરચાં
  4. 2 ચમચી શીગદાણા
  5. 2 ચમચી તલ
  6. 2 ચમચી કોપરાનું ખમણ
  7. 2 ચમચી ખસખસ
  8. 1 ટામેટું
  9. 1 ચમચી લસણ આદું ની પેસ્ટ
  10. 250 ગ્રામ રીગણ
  11. 4-5 ચમચી તેલ
  12. 1/2 ચમચી જીરું
  13. થોડા લીમડાના પાન
  14. 1 ડુંગળી ની પેસ્ટ
  15. 2 ટામેટાં ની પ્યુરી
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી લાલ મરચું
  18. 1/2 ચમચી ગોળ
  19. 1 ચમચી આમલી ની પેસ્ટ
  20. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈ માં 1/2 ચમચી તેલ મૂકી શીગદાણા, તલ,ખસખસ, કોપરાનું ખમણ, ધાણા, જીરું, સૂકા મરચાં બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં ટામેટું, લસણ આદું ઉમેરી પેસ્ટ બનાવો.જરૂર પડે તો પાણી ઉમેરવું પરંતુ પેસ્ટ ઘટ્ટ રાખવી.
  2. હવે રીગણ માં ચીરા પાડી ઉપર ની પેસ્ટ ભરો.
  3. કઢાઈમાં તેલ મૂકી જીરું, લીમડો ઉમેરી વઘાર કરો. તેમાં ડુંગળી સાતળો. ટામેટાં ની પ્યૂરી ઉમેરી સાતળો. રીગણ અને વધેલી પેસ્ટ ઉમેરી સાતળો.
  4. મીઠું, લાલ મરચું, હળદર ઉમેરો. તેલ છૂટે એટલે પાણી આપી ઉકાળો. એક ઉબાલ આવે એટલે ઢાકીને રીગણ ચડી જાય ત્યાં સુધી થવા દો. થઇ જાય એટલે આમલી અને ગોળ ઉમેરો.
  5. કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર