હોમ પેજ / રેસિપી / પાલક ચીઝ કોફતા

Photo of Palak cheese kofta by Harsha Israni at BetterButter
648
6
0.0(0)
0

પાલક ચીઝ કોફતા

Dec-14-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ચીઝ કોફતા રેસીપી વિશે

આ કોફતાના પૂરણમાં પાલક અને ચીઝમાંથી બનાવ્યા છે.જે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. કોફતાના ઉપરના કવર માટે-
  2. ૭-૮ નંગ મીડીયમ બટાકા(બાફેલા)
  3. ૨-૩ ટેબલસ્પૂન કોર્નફલોર પાવડર/આરારોટ પાવડર
  4. ૧ ટી-સ્પૂન આમચુર પાવડર
  5. ૧ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  6. ૧ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. તેલ (તળવા માટે )
  9. કોફતાના પૂરણ માટે-
  10. ૩૦૦ગ્રામ પાલક અથવા એક ઝુડી પાલક
  11. ૩ કયુબ ચીઝ(છીણેલું)
  12. ૧/૨ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  13. ૧ ટી -સ્પૂન આદુની પેસ્ટ
  14. ૧ ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  15. ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  16. ૧/૨ ટી-સ્પૂન ગરમ મસાલો
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ગ્રેવી માટે-
  19. ૭-૮ નંગ ટામેટા
  20. ૧/૪ કપ દહીં
  21. ૧ ટી-સ્પૂન બેસન
  22. ૧ ટી-સ્પૂન લાલ મરચુ પાવડર
  23. ૧ ટી-સ્પૂન ખાંડ
  24. ૨ ટેબલ સ્પૂન કાજુનો પાવડર
  25. ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  26. ૧/૪ કપ કોથમીર
  27. ૨ ટેબલ સ્પૂન માખણ
  28. ૧ /૨ કપ ડુંગળી( ઝીણી સમારેલી)
  29. ૧ ટી-સ્પૂન અજમો
  30. મીઠું સ્વાદ અનુસાર
  31. ચપટી ઓરેન્જ ખાવાનો રંગ
  32. સજાવવા માટે-
  33. કોથમીર
  34. છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. કોફતાના બહારના કવર માટે -એક બાઉલમાં બાફેલા બટાકાને છોલીને છીણી દો.તેમાં મીઠુ,કોર્નફલોર,લીલા મરચાની પેસ્ટ,આદુની પેસ્ટ ,આમચુર પાવડર મીકસ કરો.
  2. કોફતાના પૂરણ માટે-પાલકને ધોઈને ઝીણી સમારી લો.૨ કપ પાણી માં પાલકને બાફી લો.પાલકને પાણી માંથી કાઢીને કોરી કરી તેમાં છીણેલું ચીઝ,મીઠુ,ગરમ મસાલો,ડુંગળી,લીલા મરચા-આદુ-લસણની પેસ્ટ મીકસ કરી નાના ગોળા બનાવી દો.(જરુર પડે તો થોડુ કોર્ન ફલોર ઉમેરી શકાય.)
  3. હવે તૈયાર કરેલા કોફતાના બહારના કવરના મિશ્રણમાંથી થોડુ મિશ્રણ હાથમાં ફેલાવી તેમાં વચ્ચે તૈયાર કરેલા પાલકના ગોળ મુકી મોટા ગોળા બનાવી દો.
  4. આવી રીતે બધા ગોળ બનાવી લો .
  5. બધા જ ગોળાને કોર્નફલોરમાં રગદોળી એક પેનમાં તેલ ગરમ કરી સોનેરી રંગના તળી લો.
  6. તૈયાર છે કોફતા .
  7. મીકસરના જારમાં ટામેટા પીસીને પેસ્ટ તૈયાર કરો.એક બાઉલમાં ટામેટાની પેસ્ટ,દહીં,મિલ્ક પાવડર,લાલ મરચુ,બેસન,કાજુ પાવડર,ખાંડ,કોથમીર,મીઠુ જીરુ પાવડર,ઓરેન્જ રંગ બધુ મીકસ કરી પેસ્ટ તૈયાર કરો.
  8. એક પેનમાં માખણ ગરમ કરી અજમો,ડુંગળી લસણની પેસ્ટ ઉમેરી બે મિનિટ સાંતળો.તેમાં તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ નાખી ૫ાંચ થી સાત મિનિટ માટે પકાવો.તૈયાર છે ગ્રેવી.
  9. તૈયાર છે પાલક ચીઝ કોફતા પીરસતી વખતે કોફતા ઉપર ગ્રેવી નાખી છીણેલા ચીઝ,કોથમીરથી સજાવી રોટલી કે નાન સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર