હોમ પેજ / રેસિપી / લસનિયા રીંગણ

Photo of GARLIC BRINJALS by Deepa Rupani at BetterButter
263
3
0.0(0)
0

લસનિયા રીંગણ

Dec-15-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસનિયા રીંગણ રેસીપી વિશે

લોહતત્વ થી ભરપૂર એવાં રીંગણ એ શિયાળા માં ખૂબ સરસ મળે છે. આપણે ત્યાં વિવિધ જાત ના રીંગણ મળે છે. અને આપણે પણ રીંગણ ને ઘણી રીતે આપણાં ભોજન માં સામેલ કરીયે છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગ્રામ રીંગણ ( bhutta)
  2. 250 ગ્રામ લીલું લસણ
  3. 100 ગ્રામ કોથમીર
  4. 250 ગ્રામ ટામેટા
  5. 2 ડુંગળી
  6. 5 લીલા મરચાં
  7. 1 લીંબુ
  8. 2 tbsp બેસન
  9. 1 tsp કિચન કિંગ મસાલા
  10. 1 tsp હળદર
  11. 1 tsp લાલ મરચું
  12. 1 tbsp ધાણાજીરું
  13. 3-4 tbsp તેલ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. સજાવટ માટે કોથમીર

સૂચનાઓ

  1. લીલું લસણ, કોથમીર, લીલા મરચાં, મીઠું અને લીંબુ ની પેસ્ટ બનાવો.
  2. ટામેટા ને બાફી પ્યૂરી બનાવો. ડુંગળી ની પેસ્ટ બનાવો.
  3. લીલી પેસ્ટ માં બેસન નાખી મિક્સ કરો . રીંગણ ની જાડી slice કરી તેની બંને બાજુ પેસ્ટ લગાવી, બંને બાજુ થી શેલો ફ્રાય કરો.
  4. એક વાસણ માં તેલ ગરમ મૂકી, તેલ ફૂટે ત્યાં સુધી ડુંગળી ની પેસ્ટ સાંતળી લો. પછી ટામેટા પ્યૂરી અને બાકી ના મસાલા નાખી, મિક્સ કરી થોડું ઉકળવા દો. પછી ફ્રાય કરેલી રીંગણ slice નાખી ને ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર