હોમ પેજ / રેસિપી / લીલવા બટાકાની કચોરી

Photo of Leelva aloo kachori by Varsha Joshi at BetterButter
1147
0
0.0(0)
0

લીલવા બટાકાની કચોરી

Dec-16-2018
Varsha Joshi
60 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા બટાકાની કચોરી રેસીપી વિશે

શિયાળામાં તુવેર સરસ મળે તો લીલવાની કચોરી નાના મોટા સૌને ભાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પ્રેશર કુક
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવેરના લીલવા(દાણા) 250 ગ્રામ
  2. 5 નાના બટાકા
  3. ઘંઉનો લોટ
  4. 2 ચમચી લાલ મરચું પાવડર
  5. મીઠું સ્વાદનુસાર
  6. એક ચમચી ગરમ મસાલો
  7. લીબુનો રસ 2 ચમચી
  8. ખાડ ઈચ્છા મુજબ
  9. મોણ માટે અને તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘંઉ ના લોટમાં મીઠું અને સારા પ્રમાણમા તેલનું મોણ નાખી થોડો કઠણ લોટ બાંધી લો
  2. ત્યારબાદ લીલવાના દાણાને મિક્સરમાં ક્રશ કરી લો
  3. બટાકા બાફી લો
  4. ત્યારબાદ બાફેલા બટાકાની છાલ ઉતારી અને છુંદી લો
  5. હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો
  6. તેલ ગરમ થાય એટલે તેમાં ક્રશ.કરેલા લીલવા વઘારો
  7. ગેસ ધીમો કરી અને લીલવામા ૨ ચમચી લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો
  8. ગરમ મસાલો અને ખાડ ઉમેરો
  9. લીબુનો રસ ઉમેરો.. બરાબર હલાવી ચડવા દો
  10. ત્યારબાદ ગેસ બંધ કરી વઘારેલ લીલવામા છુંદેલો બટાકા નો માવો મિક્સ કરી બરાબર હલાવી લો.
  11. કચોરી નો મસાલો તૈયાર છે.
  12. હવે ગેસ પર બીજી એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો
  13. ઘંઉ ના બાધેલા લોટમાંથી મોટો લુવો લો
  14. પાટલી પર પુરી જેવું વણી અને વચ્ચે લીલવાનો મસાલો ભરો
  15. બધી બાજુ થી વાળી લો અને ગોળ લુવો વાળી ઊપરથી વધારાનો લોટ કાઢી અને ચપટું દબાવી દો
  16. બધી કચોરી ભરી અને તૈયાર કરો
  17. કચોરી બરાબર તૈયાર કરી લો
  18. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી અને કચોરી તળવા માટે નાખો
  19. ઘ્યાનમાં રહે કે કચોરી ધીમી આચ પર જ તળવી
  20. કચોરી બંને બાજુ બરાબર તળવી. બદામી રંગ થાય એટલે ઝારાથી કાઢી લો
  21. બધી કચોરી ધીમી આચ પર તળી લો
  22. ગરમ ગરમ કચોરી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર