હોમ પેજ / રેસિપી / ગ્રીન ઊંધિયું

Photo of GREEN UNDHIYU by Deepa Rupani at BetterButter
1873
5
0.0(0)
0

ગ્રીન ઊંધિયું

Dec-16-2018
Deepa Rupani
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન ઊંધિયું રેસીપી વિશે

ઊંધિયું એ શિયાળા માં ખાસ બનતી ગુજરાતીઓ ની લાક્ષણિક વાનગી છે. વિવિધ શાકભાજી ના સ્વાદભર્યા મેળ થી બનતી આ વાનગી થી કોઈ અજાણ નથી. આજે ને ફક્ત લીલા મસાલા સાથે..પરંપરાગત ઊંધીયા થી વિરૂધ્ધ ઓછા તેલ માં બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. શાક:
  2. 2 કપ મિક્સ શાક (બટેટા,ફ્લાવર, રીંગણ, રતાલુ, સુરણ
  3. 2 કપ મિક્સ દાણા( તુવેર, વટાણા, વાલોર, લીલા ચણા
  4. 1 કપ સુરતી પાપડી
  5. મુઠીયા માટે:
  6. 1 કપ ઝીણી સુધારેલી મેથી ભાજી
  7. 1 કપ ઘઉં નો કરકરો લોટ
  8. 2 tbsp બેસન
  9. 1 tbsp તેલ
  10. 1 tbsp ખાંડ
  11. 1 tsp લાલ મરચું
  12. 1/2 tsp હળદર
  13. 1/2 tsp ધાણાજીરું
  14. 1/4 tsp કુકિંગ સોડા
  15. મીઠું સ્વાદાનુસાર
  16. અન્ય:
  17. 2 tbsp લીલા મરચા ની પેસ્ટ
  18. 4 tbsp લીલા લસણ ની પેસ્ટ
  19. 2 કપ ઝીણી સુધારેલી કોથમીર
  20. 2 tbsp લીંબુ નો રસ
  21. 1 tbsp ધાણાજીરું( વૈકલ્પિક)
  22. મીઠું સ્વાદાનુસાર
  23. 1/4 કપ ઝીણી સુધારેલી કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મુઠીયા માટે બંને લોટ, તેલ, મસાલા અને મીઠું નાખી મિક્સ કરો. હવે તેમાં મેથી, કુકિંગ સોડા અને તેની ઉપર લીંબુ નો રસ નાખી બધું સરખું મિક્સ કરી, જરૂર પૂરતું પાણી ઉમેરી મધ્યમ કડક લોટ તૈયાર કરો
  2. હવે તેલ વાળા હાથ કરી, નાના નાના મુઠીયા વાળી, મધ્યમ તાપ પર તળી લો.
  3. હવે જાડા તથા પહોળા તળિયાવાળા વાસણ માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે બંને પેસ્ટ અને કોથમીર નાખી એક વાર હલાવી થોડા કુકિંગ સોડા નાખી બધા દાણા નાખો.
  4. થોડી સેકન્ડ રહી એક કપ પાણી નાખો, જેવું પાણી ઊકળે એટલે સુરતી વાલોર નાખો અને ગેસ ધીમો કરવો.
  5. 2-3 મિનિટ રહી ને બટેટા, રતાલુ અને સુરણ નાખવું. હજી થોડી મિનિટ કુક થાય એટલે રીંગણ અને ફલાવર પણ નાખી દેવા.
  6. હવે મીઠું પણ નાખી સરખું મિક્સ કરી, ધીમા તાપ પર કુક થવા દો.
  7. 5 મિનિટ પછી એક વાર હલાવી અને જોવું શાક ચડી ગયા છે કે નહીં, અને બધું પાણી પણ સીજી ગયું હશે
  8. પછી છેલ્લે હળદર,લીંબુ નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી લેવી. બધા શાક હવે ચડી ગયા હશે, 2-3 મિનિટ રહી ને ગેસ બંધ કરવો.
  9. પીરસતી વખતે, મુઠીયા તથા કોથમીર નાખી ગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર