હોમ પેજ / રેસિપી / રાઇસ કોફતા

Photo of Rais kofta by Bhavna Nagadiya at BetterButter
392
5
0.0(0)
0

રાઇસ કોફતા

Dec-16-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઇસ કોફતા રેસીપી વિશે

રાઇસ કોફ્તા ખાટી મીઠી તીખી ગ્રેવી સાથેખુબ ટેસ્ટફુલ છે ઠંડી ઋતુમા ગરમ ગરમ ખુબ સારા લાગે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. રાઇસ ૧ બાઉલ
  2. ચણા નો લોટ૧બાઉલ
  3. નિમક સ્વાદ મુજબ
  4. હરદર ૧/૨ ચમચી
  5. લાલ મરચુ ૧/૨ ચમચી
  6. સાજી ના ફુલ ૧/૪ ચમચી
  7. દહી ૧વાટકી
  8. છાસ ૧બાઉલ (૫૦૦ગ્રામ) ગ્રેવી માટે
  9. હરદર૧/૨ ચમચી
  10. લાલ મરચુ ૧/૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ ૧-૧/૨ ચમચી
  11. તેલ ૨ચમચા
  12. રાય જીરુ હીંગલીમડા ના પાન વઘાર માટે
  13. ખાંડ૧ચમચો
  14. કોથમીર જીણી સમારેલી
  15. દાડમ ના દાણા ૧દાડમ ના
  16. પાણી જરુરલાગે તો થોડુ

સૂચનાઓ

  1. રાઇસ ને હાથ થી મસળી લો
  2. ચણા નો લોટ નિમક ,હરદર,મરચુ દહી નાખી મસળી લો
  3. ૧ચમચી તેલ સાજી ના ફુલ જરુર પડે તો પાણી નાખી કોફતા નો લોટરોટલી જેવો બાંધો
  4. હવેતેલ ગરમ કરી રાય જીરુ હીંગ લીમડા ના પાનમુકી છાસ વઘારો
  5. નિમક હરદર મરચુ આદુ લસણ મરચા ની પેસ્ટ નાખો
  6. થોડી વાર ઉકળવા દો
  7. તેલ વાળો હાથ કરી કોફતા બનાવી લો
  8. બાદ છાસ મા કોફતા નાખો ૧૫ મીનીટ ઢાકી ને ચડવા દો જરુર પડે પાણી નાખી સકાય
  9. હવેખાંડ નાખી ૨મીનીટ ગેસ પર રાખી ગેસ ઓફ કરો
  10. પ્લેટ મા કાઢી કોથમીર દાડમ થી સજાવો
  11. ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર