હોમ પેજ / રેસિપી / રસિયા ઢોકળા હાર્ટ

Photo of Rasiya dhokla heart by Dimpal Patel at BetterButter
396
5
0.0(0)
0

રસિયા ઢોકળા હાર્ટ

Dec-16-2018
Dimpal Patel
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસિયા ઢોકળા હાર્ટ રેસીપી વિશે

ચોખા અને અડદની દાળમાંથી બનાવેલા ઢોકળા ગુજરાત ની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. આજે આ ઢોકળા ને પંજાબી ગ્રેવી સાથે બનાવ્યું. ખૂબ ટેસ્ટી લાગ્યું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. હાર્ટ આકારના ઢોકળાના ટુકડા - ૭ થી ૮
  2. કાંદા - ૨ (ચોરસ ટુકડા)
  3. ટામેટાં - ૩ (ચોરસ ટુકડા)
  4. કેપ્સીકમ - ૧ ( ચોરસ ટુકડા)
  5. કાજુ અને મગજતરી ના બી - ૧/૪ કપ
  6. લીલાં મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  7. આદુ - લસણ ની પેસ્ટ - ૧ નાની ચમચી
  8. હળદર - ૧ નાની ચમચી
  9. ધાણા - જીરું પાવડર - ૧ મોટી ચમચી
  10. ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  11. લાલ મરચાંની ભૂકી - ૧ મોટી ચમચી
  12. ચાટ મસાલો - ૧ નાની ચમચી
  13. કસૂરી મેથી - ૧ નાની ચમચી
  14. કિચન કિંગ મસાલો - ૧ નાની ચમચી
  15. જીરું - ૧ મોટી ચમચી
  16. ટોમેટો કેચપ - ૧ મોટી ચમચી
  17. છીણેલું પનીર - ૩ થી ૪ મોટી ચમચી
  18. ક્રીમ કે મલાઈ - ૧/૪ કપ
  19. તેલ - ૧ મોટી ચમચી
  20. બટર - ૩ મોટી ચમચી
  21. મીઠું - ૧ નાની ચમચી
  22. કોથમીર - ૩ મોટી ચમચી

સૂચનાઓ

  1. ઢોકળા ને હાર્ટ આકારમાં કાપી લેવા. એક પેણીમાં ૧ ચમચી બટર લઇ ઢોકળા ના ટુકડાને સેલો ફ્રાય કરી લેવા.
  2. એક નોનસ્ટિક પેણીમાં ૨ નાની ચમચી તેલ લેવું. તેમાં કાંદા સાંતરવા. કાંદા ગોલ્ડન થાય પછી તેમાં ટામેટાં , કાજુ અને મગજતરી ના બી ૭ થી ૮ મિનિટ સાંતરવા. પછી તેને એક ડીશ માં કાઢી લેવું.
  3. ઠંડુ પડે પછી મિક્સરમાં વાટી લેવું.
  4. એ જ પેણીમાં તેલ અને બટર લેવું. તેમાં જીરું નાંખવું.
  5. પછી તેમાં વાટેલી પેસ્ટ નાંખીને ૫ મિનિટ સાંતરવું.
  6. ત્યારબાદ તેમાં બધા મસાલા , કેપ્સીકમ , કેચપ અને ૧/૨ કપ પાણી ઉમેરવું.
  7. ક્રીમ અને છીણેલું પનીર ઉમેરી ૮ થી ૧૦ મિનિટ ઢાંકીને થવા દેવું.
  8. પીરસતી વખતે ડીશમાં પહેલા ગ્રેવી પાથરવી. પછી તેની ઉપર ઢોકળાના પીસ ગોઠવવા.
  9. કોથમીર અને છીણેલા ચીઝ થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર