હોમ પેજ / રેસિપી / સ્મોકેડ મસાલા મસૂર

Photo of SMOKED MASALA MASOOR by Deepa Rupani at BetterButter
453
3
0.0(0)
0

સ્મોકેડ મસાલા મસૂર

Dec-17-2018
Deepa Rupani
360 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્મોકેડ મસાલા મસૂર રેસીપી વિશે

આજ ના ફાસ્ટ અને મોડર્ન જમાના માં ચૂલા-સગડી ની રસોઈ ભુલાઈ ગયી છે. પણ ચૂલા-સગડી ની રસોઈ માં જે સ્વાદ સોડમ આવે એ ગેસ પર રાંધેલી વાનગી માં નથી હોતો. હવે એ સ્વાદ લાવવા આપણે રસોઈ માં કોલસો ઠીકરું ગરમ મૂકી એ સોડમ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • જમ્મુ અને કાશ્મીર
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મસૂર
  2. 1/4 કપ રાજમા
  3. 3 ડુંગળી
  4. 3 ટામેટા
  5. 1 ચમચો લસણ, આદુ, મરચાં પેસ્ટ
  6. 2 ચમચા ઘી
  7. 1/4 ચમચી જીરું
  8. 1/4 ચમચી હળદર
  9. 1/2 ચમચી લાલ મરચું
  10. 2 ચમચા દાળ મખની મસાલા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 કોલસો અથવા ઠીકરું

સૂચનાઓ

  1. મસૂર, રાજમા ને રાત થી પલાળી દેવા. સવારે ધોઈ ને કુકર માં બાફી લેવા.
  2. ટામેટા ડુંગળી ને ઝીણા સુધારી લેવા.
  3. ઘી ગરમ મૂકી,જીરું નાખવું, જીરું તતળે એટલે પેસ્ટ ને નાખી સાંતળવી.
  4. ડુંગળી નાખી, પારદર્શક થાય ત્યાં સુધી સાંતળવી. પછી ટામેટા ઉમેરી હજી વધારે સાંતળો.
  5. સાથે સાથે કોલસો/ઠીકરું એકદમ ગરમ થવા ગેસ પર રાખી દેવું.
  6. હવે બધા મસાલા નાખી ને ઘી ફૂટી જાય ત્યાં સુધી સાંતળો.
  7. પછી મસૂર, રાજમા, મીઠું અને પાણી નાખી સરખું મિક્સ કરી, ઉકાળો આવા દો.
  8. ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી ,કુક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
  9. હવે કોલસો/ ઠીકરું એકદમ લાલ થાય ને ગરમ થઇ ગયું હશે. એને મસૂર માં એક નાની વાટકી માં સાચવી ને મુકો અને ઉપર થોડું ઘી નાખી તરત ઢાંકી દો.
  10. થોડી મિનિટ ધીમી આંચ પર રાખી, ગેસ બંધ કરવો.
  11. ગરમ ગરમ, રોટી, પરાઠા કે ભાત સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર