હોમ પેજ / રેસિપી / રસવાળું બટેટા-વટાણા નું શાક

Photo of ALOO MATAR SABJI by Deepa Rupani at BetterButter
429
4
0.0(0)
0

રસવાળું બટેટા-વટાણા નું શાક

Dec-17-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસવાળું બટેટા-વટાણા નું શાક રેસીપી વિશે

બટેટા વટાણા નું રસવાળું શાક એ આપણા સૌ માટે જાણીતું અને માનીતું છે. એટલે એને તો કેવી રીતે ભૂલી શકાય? ગમે તેટલા વિવિધ શાક બનાવીએ પણ આ શાક તો બધા ને ભાવવા નું જ ને? જૂનું તે સોનુ એ કહેવત અહીં પણ લાગુ પડે જ છે ને..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 5 બાફેલા બટેટા
  2. 2 કપ બાફેલા વટાણા ના દાણા
  3. 3 ટામેટા
  4. 8-10 મીઠા લીમડા ના પાન
  5. 1 tsp હળદર
  6. 4 tsp લાલ મરચું
  7. 1 tbsp ગરમ મસાલો ( વૈકલ્પિક)
  8. 1 tbsp ધાણાજીરું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 tbsp તેલ
  11. 1/4 tsp રાઈ
  12. 1/4 tsp જીરું
  13. 1 ચપટી હિંગ
  14. સજાવટ માટે કોથમીર

સૂચનાઓ

  1. તેલ ગરમ મૂકી, રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી, લીમડો તથા ટામેટા નાખો.
  2. 1-2 મિનિટ સાંતળી, બટેટા ,વટાણા, બધા મસાલા, મીઠું તથા 3 કપ પાણી નાખો.
  3. ઉકાળવા નું ચાલુ થાય એટલે ગેસ ધીમો કરી, અડધું ઢાંકણ ઢાંકી 10 મિનિટ સુધી કુક કરો.
  4. કોથમીર થી સજાવી, ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર