હોમ પેજ / રેસિપી / અડદિયા પાક

Photo of Adadiyapak by Varsha Joshi at BetterButter
359
0
0.0(0)
0

અડદિયા પાક

Dec-17-2018
Varsha Joshi
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અડદિયા પાક રેસીપી વિશે

શિયાળામાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ મિઠાઈ

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 250 ગ્રામ અડદનો લોટ
  2. 250 ગ્રામ ઘી
  3. 250 ગ્રામ મોળો માવો
  4. 500 ગ્રામ ખાડ
  5. 50 ગ્રામ ખાવા નો ગુદર
  6. કાજુ બદામ
  7. તજ,લવિંગ, ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. સૌપ્રથમ અડદના લોટને એક જાડી કડાઈમાં ગેસ પર ઘી ગરમ કરી બદામી રંગનો શેકવો
  2. તેમાં મિક્સરમાં ક્રશ કરેલ ગુદર નાખી ધીમી આચ પર શેકો
  3. ઘી છુટું પડે સુગંધ આવે ત્યાં સુધી શેકો
  4. મોળો માવો ઉમેરી શેકો
  5. ત્યારબાદ તેમાં કાજુ બદામનો ભૂકો ઉમેરો
  6. બરાબર હલાવી તેમાં તજ,લવિંગ, ઈલાયચી પાવડર ઉમેરો
  7. ત્યારબાદ મિશ્રણને એક વાસણમાં કાઢી લો
  8. હવે એ જ કડાઈમાં ખાડ નાખો
  9. ખાડ ડૂબે એટલું જ પાણી નાખો
  10. ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરો
  11. ત્યારબાદ એક ડીશમાં ચાસણીનું ટીપું પાડી જુવો
  12. ચાસણી રેલાઈ નહીં તો સમજો કે ચાસણી તૈયાર છે
  13. ત્યારબાદ અડદના લોટવાળુ તૈયાર કરેલ મિશ્રણ ચાસણીમાં ઉમેરો
  14. બરાબર હલાવીને 5 મિનિટ શેકી ગેસ બંધ કરી લો
  15. ત્યારબાદ ગરમ ગરમ મિશ્રણને એક પહોળી થાળીમાં કાઢી લો
  16. ઉપર કાજુ બદામની કતરણથી સજાવો..ઠંડું પડે એટલે કાપા પાડો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર