હોમ પેજ / રેસિપી / તાંદળજાની કઢી

Photo of Tandalja ni kaddhi by Meghna Sodha at BetterButter
1038
2
0.0(0)
0

તાંદળજાની કઢી

Dec-17-2018
Meghna Sodha
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તાંદળજાની કઢી રેસીપી વિશે

શિયાળામાં તાજી તાંદળજાની ભાજી મળે છે. તેની ખાટી ચટાકેદાર કઢી ખાવાની મજા ઓર જ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ તાંદળજાની ભાજી
  2. ૨ ચમચી સમારેલા ટામેટા
  3. ૧ કપ ખાટી છાશ
  4. ૨ ચમચી ચણાનો લોટ
  5. મીઠા લીમડાનાં પાન
  6. ૨ ચમચી તાજી કોથમીર
  7. ૧ ચમચી વાટેલા આદુ મરચાં
  8. તેલ વઘાર માટે
  9. જીરું
  10. અજમો
  11. હિંગ
  12. હળદર
  13. ૧/૨ ચમચી ખાંડ
  14. ૧/૮ ચમચી સૂકી મેથી ના દાણા

સૂચનાઓ

  1. સૌપ્રથમ છાશને સહેજ ગરમ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી લો.
  2. હવે એક કઢાઈમાં તેલ લઇ તેમાં જીરું નો વઘાર કરો.
  3. ચપટી અજમો, મેથી દાણા અને હિંગ ઉમેરો.
  4. આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
  5. તાંદળજાની ભાજી ઉમેરી મીઠું નાખી ચઢવા દો.
  6. હવે ઝીણા સમારેલા ટામેટા અને કોથમીર નાખો.
  7. છાશનું મિશ્રણ ઉમેરો અને ઉકળવા દો.
  8. હવે ખાંડ, હળદર અને છાશના ભાગનું મીઠું ઉમેરો.
  9. ઘટ્ટ થાય એટલે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર