હોમ પેજ / રેસિપી / વાડી નું શાક

Photo of Veg curry village style by Solanki Minaxi at BetterButter
1110
6
0.0(0)
0

વાડી નું શાક

Dec-17-2018
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વાડી નું શાક રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૬ નાના આખા રીંગણા
  2. ૨ મીડીયમ બટેટા
  3. ૫ સરગવાની શીંગ ના ટુકડા
  4. ૧/૨ કપ વટાણા
  5. ૧ ટામેટુ
  6. ૨ ટેબલસ્પૂન આદુ- મરચા-લસણ ની પેસ્ટ
  7. ૧/૪ ટી સ્પૂન હિંગ
  8. ૧/૨ ટી સ્પૂન હળદર
  9. ૧/૨ ટેબલસ્પૂન લાલ મરચું
  10. ૧ ૧/૨ ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર
  11. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. સુધારેલા લીલા ધાણા

સૂચનાઓ

  1. આખા રીંગણા ને વચ્ચે થી ૪ ચીરા કરવા,બટેટા ના કટકા કરી લેવા, સરગવાની છાલ ઉતારી લેવી, વટાણા લેવા
  2. કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ નાખી,સુધારેલુ ટમેટુ નાખી શાક વઘારો
  3. હળદર અને મીઠું નાખી થાળી ઢાંકી , થાળી માં પાણી નાખી શાક ચડી જાય ત્યાં સુધી રહેવા દો
  4. પાણી ભરેલી થાળી ઉતારી શાક માં આદુ મરચાં લસણ ની પેસ્ટ ,લાલ મરચું, ધાણાજીરું,ગરમ મસાલો નાખી મિક્સ કરી લો
  5. ફરી થી પાણી ભરેલી થાળી મૂકી ૪ મિનિટ શાક ચડવા દો
  6. ચડી જાય એટલે થાળી નું પાણી અને ૧/૨ ગ્લાસ જેટલું પાણી નાખી દો અથવા શાક નો રસો જોઈતો હોય એટલું નાખવુ
  7. ૫ મિનિટ ઢાંકીને ઊકળવા દો, લીલા ધાણા અને લીલી ડુંગળી થી સજાવી ,રોટલા સાથે ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર