હોમ પેજ / રેસિપી / કાજુ ચીલી મોગલાઇ કરી

Photo of Kaju Chilli Mughlai Curry by Mital Viramgama at BetterButter
640
5
0.0(0)
0

કાજુ ચીલી મોગલાઇ કરી

Dec-17-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ચીલી મોગલાઇ કરી રેસીપી વિશે

કાજુ ચીલી મોગલાઇ કરી એક હોટેલ સ્ટાઇલ કરી છે.એક રીચ શાહી સબ્જી છે. આ સબ્જી નાન ,કુલચા , તંદુરી રોટી ,પરોઠા ,સાથે બેસ્ટ લાગે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મુગલાઈ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 10થી 15 પીંસ મીડીયમ તીખાં મરચાં
  2. 150g કાજુ
  3. 1સ્પૂન ખસખસ
  4. 2ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  5. 2ટેબલ સ્પૂન માવો ખમણેલો
  6. 3ટમેટા
  7. 3 ડુંગળી
  8. 1સ્પૂન પંજાબી સબ્જી મસાલા
  9. 1ટી સ્પૂન ખાંડ
  10. 3ટેબલ સ્પૂનતેલ
  11. 1/2સ્પૂન સ્પૂન લસણ પેસ્ટ
  12. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  13. નીમક સ્વાદ અનુસાર
  14. 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  15. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  16. 1ટી સ્પૂન કસૂરી મેથી
  17. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  18. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  19. 1ટેબલ સ્પૂન પનીર અથવા ચીઝ ખમણેલું
  20. સૂકા મસાલા બધું 1નંગ લેવા નુ(લવીંગ,એલાયચી,સૂકૂ લાલ મરચું,તજ,બાદીયા)

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક કડાઇ મા તેલ ગરમ કરી તેમાં બધા આખા મસાલા નાખી સમારેલી ડુંગળી નાખી સાંતળવું .
  2. હવે લસણ આદુ ની પેસ્ટ નાખી કાપેલાં ટમેટા નાખી કસૂરી મેથી નાખી થોડું લાલ મરચું નાખી સાંતળવું.
  3. બરાબર ચડી જાય એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો અને ઠંડુ થાય એટલે મીકસર મા પીસી લો ગ્રેવી.
  4. 50g કાજુ અને ખસખસ માં ફ્રેશ ક્રીમ અને માવો નાખી મીકસી મા પેસ્ટ બનાવી લો.
  5. હવે તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં મા કાપો મારી તળી લો. તેલ માં નાખી ને તરંતજ કાઢી લેવા ના વધારે ચડવા દેવાના નથી. કાજુ પણ તળી લો.
  6. હવે 2ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ગ્રેવી નાખી નીમક સ્વાદ અનુસાર લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો ખાંડ નાખી સાંતળવું .
  7. ગ્રેવી બરાબર ચડી જાય એટલે તેમાં કાજુ ની પેસ્ટ નાખી સાંતળવું.
  8. છેલ્લે મરચાં અને તળેલા કાજુ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું .અને લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.
  9. હવે સબ્જી તૈયાર છે તેમાં ઉપર પનીરખમણેલું નાખી સવઁ કરો પરોઠા કે નાન સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર