કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક | Kathiyawadi Dhokli In Curd Gravy Recipe in Gujarati

  ના દ્વારા Solanki Minaxi  |  17th Dec 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kathiyawadi Dhokli In Curd Gravy by Solanki Minaxi at BetterButter
  કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાકby Solanki Minaxi
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   5

   લોકો

  13

  0

  કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક

  કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક Ingredients to make ( Ingredients to make Kathiyawadi Dhokli In Curd Gravy Recipe in Gujarati )

  • ઢોકળી બનાવવા માટે :-
  • ૧ ૧/૨ ગ્લાસ પાણી
  • ચણાનો લોટ જરૂરી અનુસાર
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન ધાણાજીરુ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • મીઠુ સ્વાદ અનુસાર
  • કઢી બનાવવા માટે :-
  • ૨ ૧/૨ વાટકો છાશ
  • ૨ ટી સ્પૂન ચણાનો લોટ
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧ ટેબલસ્પૂન ધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • કઢી મા મસાલા ના વઘાર માટે:-
  • ૨ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  • ૨ ટેબલસ્પૂન તેલ

  How to make કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક

  1. ઢોકળી બનાવવા માટે :-
  2. જાડા તળિયા વાળી તપેલીમાં પાણી લો,તેમાં લાલ મરચું, ધાણાજીરું પાવડર, હળદર અને મીઠું નાખી ઉકાળો
  3. ૨ મિનિટ ઉકળવા દો,પછી તેમાં ચણાનો લોટ નાખતા જવું અને વેલણ ની મદદ થી હલાવતા રહેવું
  4. પાણી માં સમાય એટલો લોટ નાખવો, ઉપર ઢાંકી ને ,રોટલી ના તવા પર તપેલી મૂકી લોટ ચઢી જાય ત્યાં સુધી રાખવૉ
  5. લોટ મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે ૩ થી ૪ ટેબલસ્પૂન તેલ નાખી મસળો
  6. જેથી લોટ સરખો એક જેવો થઇ જાય, થાળી માં હાથી દબાવી ને ફેલાવી લેવુ
  7. છરી વડે ચોરસ કાપા પાડી હલકા હાથે કાઢી લેવી
  8. કઢી બનાવવા માટે:-
  9. તપેલીમાં છાશ લેવી, વાટકી માં ચણાનો લોટ લઈ છાશ માં ઓગાળી તપેલીમાં રેડી દેવું
  10. કઢી ને ગરમ કરવા મૂકી,તેમાં હળદર, ધાણાજીરું, મીઠું નાખી ઉકાળો,હલાવતા રહેવું
  11. મસાલો બનાવવા માટે:-
  12. આદુ મરચાં લસણ ની પેસ્ટ માં લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો
  13. તેલ ગરમ કરી સાંતળો
  14. પીરસવા માટે:-
  15. કઢી માં ૨ ચમચી જેટલો આદુ મરચાં લસણ વાળો મસાલો મિક્સ કરી લો
  16. કઢી માં બનાવેલી ઢોકળી ઉમેરો
  17. ઉપર બનાવેલો મસાલો પાથરી ને સર્વ કરો

  My Tip:

  ઢોકળી બનાવવાના પાણી માં લોટ ચઢ્યા પછી મસળી શકાય તેવો રાખવો,કઠણ લોટ થશે તો ઢોકળી સરખી નહી બને, જમવાનું હોય ત્યારે જ નાખવી

  Reviews for Kathiyawadi Dhokli In Curd Gravy Recipe in Gujarati (0)