હોમ પેજ / રેસિપી / કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક

Photo of Kathiyawadi Dhokli In Curd Gravy by Solanki Minaxi at BetterButter
594
8
0.0(0)
0

કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક

Dec-17-2018
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાઠિયાવાડી દહીંવાળુ ઢોકળી નું શાક રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ઢોકળી બનાવવા માટે :-
  2. ૧ ૧/૨ ગ્લાસ પાણી
  3. ચણાનો લોટ જરૂરી અનુસાર
  4. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  5. ૧ ટી સ્પૂન ધાણાજીરુ
  6. ૧/૨ ટી સ્પૂન હળદર
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. કઢી બનાવવા માટે :-
  9. ૨ ૧/૨ વાટકો છાશ
  10. ૨ ટી સ્પૂન ચણાનો લોટ
  11. ૧/૪ ટી સ્પૂન હળદર
  12. ૧ ટેબલસ્પૂન ધાણાજીરું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. કઢી મા મસાલા ના વઘાર માટે:-
  15. ૨ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
  16. ૧ ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  17. ૨ ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

  1. ઢોકળી બનાવવા માટે :-
  2. જાડા તળિયા વાળી તપેલીમાં પાણી લો,તેમાં લાલ મરચું, ધાણાજીરું પાવડર, હળદર અને મીઠું નાખી ઉકાળો
  3. ૨ મિનિટ ઉકળવા દો,પછી તેમાં ચણાનો લોટ નાખતા જવું અને વેલણ ની મદદ થી હલાવતા રહેવું
  4. પાણી માં સમાય એટલો લોટ નાખવો, ઉપર ઢાંકી ને ,રોટલી ના તવા પર તપેલી મૂકી લોટ ચઢી જાય ત્યાં સુધી રાખવૉ
  5. લોટ મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે ૩ થી ૪ ટેબલસ્પૂન તેલ નાખી મસળો
  6. જેથી લોટ સરખો એક જેવો થઇ જાય, થાળી માં હાથી દબાવી ને ફેલાવી લેવુ
  7. છરી વડે ચોરસ કાપા પાડી હલકા હાથે કાઢી લેવી
  8. કઢી બનાવવા માટે:-
  9. તપેલીમાં છાશ લેવી, વાટકી માં ચણાનો લોટ લઈ છાશ માં ઓગાળી તપેલીમાં રેડી દેવું
  10. કઢી ને ગરમ કરવા મૂકી,તેમાં હળદર, ધાણાજીરું, મીઠું નાખી ઉકાળો,હલાવતા રહેવું
  11. મસાલો બનાવવા માટે:-
  12. આદુ મરચાં લસણ ની પેસ્ટ માં લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો
  13. તેલ ગરમ કરી સાંતળો
  14. પીરસવા માટે:-
  15. કઢી માં ૨ ચમચી જેટલો આદુ મરચાં લસણ વાળો મસાલો મિક્સ કરી લો
  16. કઢી માં બનાવેલી ઢોકળી ઉમેરો
  17. ઉપર બનાવેલો મસાલો પાથરી ને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર