પનીર લહસુની ( પનીર ગારલિક) | PAANEER LASUNI Recipe in Gujarati

ના દ્વારા Mumma's kitchen  |  17th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of PAANEER LASUNI by Mumma's kitchen at BetterButter
પનીર લહસુની ( પનીર ગારલિક)by Mumma's kitchen
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

8

0

પનીર લહસુની ( પનીર ગારલિક)

પનીર લહસુની ( પનીર ગારલિક) Ingredients to make ( Ingredients to make PAANEER LASUNI Recipe in Gujarati )

 • 250.ગ્રામ પનીર
 • 50.ગ્રામ લસણની કળીઓ
 • 2-3 કાંદા બારિક સમારેલા
 • 3-4 ટામેટાં સમારેલા
 • 3-4 તજ લવિંગ
 • 1.ટેબલસ્પુન લાલ મરચુ
 • 1/2 ટી સ્પૂન હળદર
 • 1 ટેબલસ્પૂન ધાણાજીરું
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 6-8 ટેબલસ્પૂન તેલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • કસુરી મેથી
 • કોથમીર

How to make પનીર લહસુની ( પનીર ગારલિક)

 1. 1-સૌ પ્રથમ પનીર ના ટુકડા ને ગરમ પાણી મા પલાળી દો
 2. 2-ત્યાર બાદ લસણની કળીઓ ને અધકચરી ક્રશ કરી લો
 3. 3- ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમા તજ લવિંગ નાખી કાંદા સાંતળો
 4. 4- ત્યાર બાદ તેમાં ટામેટાં નાખી અને ફરી સાંતળો
 5. 5- તેલ છુટું પડે એટલે તેને નીચે ઉતારી ને તેને પીસી લો
 6. 6- ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને તેને સાંતળો
 7. 7- તેમા ઉપરોક્ત મસાલા ઉમેરીને ને ફરી વખત સાંતળો
 8. 8-તેમા સ્વાદ અનુસાર મીઠું અને થોડુ પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દો અને 2 થી ત્રણ મિનિટ સુધી સાંતળી લો
 9. 9-તેમા પનીર ના ટુકડા ઉમેરો અને બે મિનિટ સુધી સાંતળી લો
 10. 10- હવે તૈયાર કરેલા શાક ને સૅવીંગ બાઉલ મા લઇ લો
 11. 11- એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં ક્રશ કરેલુ લસણ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળો
 12. 12- આ સાંતળેલા લસણ ને પનીર ના શાક ઉપર રેડી દો, તેને કોથમીર અને કસુરી મેથી ભભરાવી ને ગારનીશ કરો અને ગરમા ગરમ કુલચા પરાઠા કે નાન સાથે પીરસી દો

My Tip:

લસણ ને અધકચરુ જ ક્રશ કરવુ, વધારે બારિક ના થઈ જાય તેનુ ધ્યાન રાખવું

Reviews for PAANEER LASUNI Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો