હોમ પેજ / રેસિપી / પનીર લહસુની ( પનીર ગારલિક)

Photo of PAANEER LASUNI by Mumma's kitchen at BetterButter
40
4
0.0(0)
0

પનીર લહસુની ( પનીર ગારલિક)

Dec-17-2018
Mumma's kitchen
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર લહસુની ( પનીર ગારલિક) રેસીપી વિશે

પનીર લહસુની એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક છે, પનીર ના પંજાબી શાક ને ફ્રાઈ કરેલા લસણ થી તડકો આપવા મા આવે છે તેથી તેની ફલેવર અને સ્વાદ મા એક લસણ નો ઓથેંટીક સ્વાદ આવે છે, તેને પરાઠા, નાન કે રોટી સાથે પીરસી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250.ગ્રામ પનીર
  2. 50.ગ્રામ લસણની કળીઓ
  3. 2-3 કાંદા બારિક સમારેલા
  4. 3-4 ટામેટાં સમારેલા
  5. 3-4 તજ લવિંગ
  6. 1.ટેબલસ્પુન લાલ મરચુ
  7. 1/2 ટી સ્પૂન હળદર
  8. 1 ટેબલસ્પૂન ધાણાજીરું
  9. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  10. 6-8 ટેબલસ્પૂન તેલ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. કસુરી મેથી
  13. કોથમીર

સૂચનાઓ

  1. 1-સૌ પ્રથમ પનીર ના ટુકડા ને ગરમ પાણી મા પલાળી દો
  2. 2-ત્યાર બાદ લસણની કળીઓ ને અધકચરી ક્રશ કરી લો
  3. 3- ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમા તજ લવિંગ નાખી કાંદા સાંતળો
  4. 4- ત્યાર બાદ તેમાં ટામેટાં નાખી અને ફરી સાંતળો
  5. 5- તેલ છુટું પડે એટલે તેને નીચે ઉતારી ને તેને પીસી લો
  6. 6- ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને તેને સાંતળો
  7. 7- તેમા ઉપરોક્ત મસાલા ઉમેરીને ને ફરી વખત સાંતળો
  8. 8-તેમા સ્વાદ અનુસાર મીઠું અને થોડુ પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દો અને 2 થી ત્રણ મિનિટ સુધી સાંતળી લો
  9. 9-તેમા પનીર ના ટુકડા ઉમેરો અને બે મિનિટ સુધી સાંતળી લો
  10. 10- હવે તૈયાર કરેલા શાક ને સૅવીંગ બાઉલ મા લઇ લો
  11. 11- એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં ક્રશ કરેલુ લસણ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળો
  12. 12- આ સાંતળેલા લસણ ને પનીર ના શાક ઉપર રેડી દો, તેને કોથમીર અને કસુરી મેથી ભભરાવી ને ગારનીશ કરો અને ગરમા ગરમ કુલચા પરાઠા કે નાન સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર