હોમ પેજ / રેસિપી / રીગણનો ઓળો

Photo of Brinjal bharta by Varsha Joshi at BetterButter
62
0
0.0(0)
0

રીગણનો ઓળો

Dec-18-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીગણનો ઓળો રેસીપી વિશે

શિયાળામાં ખાસ બનતી દેસી વાનગી રીગણનો ઓળો.બાજરીના રોટલા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2.મોટા ઓળા માટેના રીગણ
  2. લીલું લસણ
  3. લીલી ડુંગળી
  4. એક મોટું ટમેટુ
  5. એક ચમચી લાલ મરચું પાઉડર
  6. અડધી ચમચી હળદર પાઉડર
  7. મીઠું સ્વાદનુસાર
  8. વઘાર માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ લીલું લસણ,લીલી ડુંગળી અને ટમેટાં સમારી લો
  2. હવે રીગણમા છરી વડે ચાર બાજુ અને નીચે કાણું પાડો અને રીગણને તેલવાળા કરો
  3. ત્યારબાદ ગેસની આચ પર રીગણ બરાબર શેકો
  4. ત્યારબાદ રીગણની છાલ ઉતારી અને છુંદી લો
  5. ગેસ પર એક કડાઈમાં તેલ મુકો
  6. વઘાર માટે તેલ ગરમ થાય એટલે લીલું લસણ નાખો
  7. લીલી ડુંગળી નાખો
  8. હળદર, મીઠું નાખીને ચડવા દો
  9. ત્યારબાદ ટમેટાં ઉમેરો
  10. બરાબર ચડી જાય એટલે તેમાં છુંદેલ રીગણ નાખો
  11. હલાવી અને લાલ મરચું પાઉડર ઉમેરો
  12. બરાબર હલાવી ગેસ બંધ કરી દો
  13. રીગણનો ઓળો તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર