પાલક મગ ની દાળ | PALAK MUNG DAL Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  18th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of PALAK MUNG DAL by Deepa Rupani at BetterButter
પાલક મગ ની દાળby Deepa Rupani
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

પાલક મગ ની દાળ વાનગીઓ

પાલક મગ ની દાળ Ingredients to make ( Ingredients to make PALAK MUNG DAL Recipe in Gujarati )

  • 500 ગ્રામ પાલક
  • 1 કપ મગ ની મોગર
  • 1 tbsp ઝીણી સુધારેલું લીલું લસણ
  • 1 tbsp લાલ મરચું
  • 1 tsp હળદર
  • 1 tbsp ધાણાજીરું
  • 1 tbsp તેલ
  • મીઠું સ્વાદાનુસાર

How to make પાલક મગ ની દાળ

  1. મગ ની દાળ ને ધોઈ ને 15 મિનિટ માટે પલાળી દો. પાલક ને સરખી ધોઈ ને ઝીણી સુધારી લો.
  2. હવે તેલ ગરમ મૂકી પાલક અને દાળ ને વઘારી દો. મિક્સ કરી એક બે મિનિટ રહેવા દો.
  3. ત્યારબાદ બધો મસાલા, મીઠું, લીલું લસણ તથા 1 કપ પાણી નાખી મિક્સ કરી, ધીમા ગેસ પર અડધું ઢાંકણ ઢાંકી ને ચડવા દો.
  4. વચ્ચે વચ્ચે એક બે વાર હલાવવું. થોડી વાર માં દાળ ચડી જશે અને આપણી વાનગી તૈયાર થઈ જશે.
  5. રસો જે પ્રમાણે રાખવો હોય તે પ્રમાણે પાણી નું પ્રમાણ રાખવું. ગરમ ગરમ રોટી, પરાઠા સાથે પીરસવું.

My Tip:

ટામેટા નાખી શકાય. લીલા લસણ ને બદલે, શાક થવા આવે ત્યારે લસણ ની ચટણી ને પાણી માં કાલવી ને નાખી શકાય.

Reviews for PALAK MUNG DAL Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો