કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વેજ.ખીમા પાઉં

Photo of Veg.kheema pav by Hetal Sevalia at BetterButter
0
5
0(0)
0

વેજ.ખીમા પાઉં

Dec-18-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ.ખીમા પાઉં રેસીપી વિશે

એક કમ્પલીટ મીલ કે જે માં વેજીટેબલસ,પનીર, સોયા ભૂકા નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ડુંગળી બારીક સમારેલી
  2. 4-5 ટામેટાં ની પ્યૂરી
  3. 1 મુઠ્ઠી વટાણા
  4. 1 મુઠ્ઠી મકાઈના દાણા
  5. 8-10 ફણસી બારીક સમારેલી
  6. 1 બટાકુ બારીક સમારેલ
  7. 1 ગાજર બારીક સમારેલ
  8. 4-5 કળી ફલાવર બારીક સમારેલ
  9. 100 ગ્રામ પનીર નાના કયુબ
  10. 1/4 કપ સોયા ભૂકો
  11. 1/2 કેપ્સિકમ બારીક સમારેલ
  12. થોડી કોથમીર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1/2 ચમચી હળદર
  15. 1/2 ચમચી લાલ મરચું
  16. 3-4 લીલાં મરચાં સમારેલા
  17. 1/2 ચમચી ગરમ મસાલો
  18. થોડી કસૂરી મેથી
  19. 1/2 ચમચી લસણ આદું ની પેસ્ટ
  20. 2 ચમચી તેલ
  21. 2 ચમચી ઘી
  22. થોડો આખો ગરમ મસાલો
  23. 2-3 ચમચી ફ્રેશ ક્રીમ

સૂચનાઓ

  1. સોયા ભૂકા ને બાફી લો અને નિચોવી લો.
  2. એક કૂકરમાં શાકભાજી અધકચરા બાફી લો.તેનું પાણી સાચવી રાખવું.
  3. એક કઢાઈમાં માં તેલ અને ઘી મૂકી આખો ગરમ મસાલો ઉમેરો. હવે તેમાં લીલાં મરચાં, લસણ,આદું સાતળો. ડુંગળી ઉમેરી બ્રાઉન કરો.
  4. ટામેટાં ની પ્યૂરી ઉમેરી મીઠું ઉમેરો. તેલ છૂટે એટલે હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરો.
  5. વેજીટેબલ, પનીર, ભૂકો ,કેપ્સિકમ ઉમેરો. જોઈતું પાણી ઉમેરી ઉકળવા દો.પાણી શાક બાફતા બચ્યું હતું તે લેવું. ધીમા તાપે ઉકાળો. તેલ છૂટે એટલે ક્રીમ ઉમેરો.કોથમીર અને કસૂરી મેથી ઉમેરો.
  6. ગરમાગરમ ખીમો પાઉં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર