હોમ પેજ / રેસિપી / લીલું લસણ ને લીલવા નું શાક

Photo of lilu lasan ne lilvanu sak by Kalpana Parmar at BetterButter
8
2
0.0(0)
0

લીલું લસણ ને લીલવા નું શાક

Dec-18-2018
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલું લસણ ને લીલવા નું શાક રેસીપી વિશે

શિયાળાની સીઝન માં લીલવા ને લીલું લસણ ભરપૂર પ્રમાણ માં મળતું હોય છે અને ઠંડી ને કારણે લસણ ખાવું સારુંછે ઇઝી ને સિમ્પલ શાક ઝડપ થી બની જાય છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલવા
  2. 1/2 કપ લીલું લસણ ઝીણું સમારેલું
  3. 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ
  4. 1 ડુંગરી ઝીણી સમારેલી
  5. 2 ટામેટા ઝીણા સમારેલાં
  6. 1/2 ચમચી રાય
  7. 4 લીલો લીમડો
  8. 1/4 નાની ચમચી હિંગ
  9. 1 નાનીચમચી ગરમ મસાલો
  10. 1/4 નાની ચમચી હરદર
  11. 1 મોટી ચમચી તેલ
  12. 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  13. મીઠું સ્વાદપ્રમાણે

સૂચનાઓ

  1. લીલવાને 5 મિનિટ માટે બાફી લો
  2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાય તતડાવો લીમડા ના પાન ને હિંગ નાખો
  3. ડુંગરી નાખીને 2 મિનિટ સાંતળો મરચાની પેસ્ટ નાખો ટામેટા નાખીને 2 મિનિટ સુધી ઢાંકીને રાંધો
  4. ટામેટા સોફ્ટ થાય એટલે લીલવા ગરમ મસાલો હળદર ને મીઠું નાખી ને 1/2 કપ પાણી નાખીને 2 મિનિટ ઢાંકીને રાંધો
  5. છેલ્લે લીલું લસણ નાખો 1 મિનિટ રાંધો લીલાં ધાણા નાખીને ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર