હોમ પેજ / રેસિપી / લીલવા(તુવેર) ઈન ગ્રીન ગાર્લીક ગાર્ડન ગ્રેવી

Photo of Lilvaa In Green Garlic Garden Gravy by Leena Sangoi at BetterButter
530
5
0.0(0)
0

લીલવા(તુવેર) ઈન ગ્રીન ગાર્લીક ગાર્ડન ગ્રેવી

Dec-18-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા(તુવેર) ઈન ગ્રીન ગાર્લીક ગાર્ડન ગ્રેવી રેસીપી વિશે

શિયાળો હવે ધીમે ધીમે રંગ જમાવતો જાય છે. ઠંડીની આ મોસમમાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી જાય. તેમાં ય અત્યારે લીલા કઠોળ જેમ કે લીલા વટાણા, લીલી તુવેર, વાલ વગેરે એકદમ સરસ ક્વોલિટીના મળી રહે. આજે આપણે એક એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું લીલી તુવેર અને લીલા લસણનું શાક બનાવવા જઈ રહ્યાં છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ લીલી તુવેર, દાણા ફોલી લેવાં
  2. ૫૦ ગ્રામ લીલું લસણ, સમારેલું
  3. ૨ ચમચા તાજું નાળીયેર, ખમણેલું
  4. ૩ લીલા મરચા
  5. આદુ ૧/૨ ઈંચનો ટુકડો ખમણેલું,
  6. ૧/૨ ઝૂડી કોથમીર
  7. ૧ ચમચી હળદર
  8. ૧/૨ લીંબુનો રસ
  9. પાણી જરૂર પૂરતું
  10. ૨-૩ ચમચા તેલ
  11. ૧ ચમચી જીરૂ
  12. મીઠું સ્વાદાનુસાર.

સૂચનાઓ

  1. લીલી તુવેરનાં દાણા કડક હોય છે. તેથી સૌ પ્રથમ કુકરમા તુવેરના દાણા, અડધી ચમચી હળદર, મીઠું અને પાણી લઈ કુકરની ત્રણ સીટી વાગે ત્યાં સુધી તુવેરને બાફી, પાણી નિતારી લેવું અને તુવેરનાં એ દાણા અલગ રાખવા.
  2. લીલું લસણ સાફ કરી સમારી લેવું.
  3. લીલા લસણ નો ઉપર નો ભાગ કાઢી લેવો.
  4. પેનમા એક ચમચો તેલ લઈ તેમા જીરૂ, સમારેલાં લીલા મરચા, લીલું લસણ અને આદુ ઉમેરી સાંતળી લેવું.
  5. તેમાં ખમણેલું નાળીયેર ઉમેરી ફરીથી થોડી વાર સાંતળવુ.
  6. બારીક સમારેલી કોથમીર ઉમેરી બધું બરાબર ભેળવી ગેસ બંધ કરી દેવો.
  7. આ મિશ્રણ સ્હેજ ઠંડુ થાય એટલે મિક્સરની જારમા લઈ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી.
  8. હવે એ જ નોનસ્ટિક પેનમાં દોઢ-બે ચમચા જેટલું તેલ લઈ તુવેરના દાણા તેમજ હળદર ઉમેરી સાંતળવુ.
  9. તેમાં આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ અને સ્વાદાનુસાર નમક ભેળવી થોડું વધારે સાંતળવું.
  10. . છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી, શાકને બરાબર ભેળવી લઈ ગેસ બંધ કરવો. સર્વિંગ બાઉલમા લઈ લીલી ડુંગળી, નાળીયેરનું છીણ કે પછી કોથમીર વડે ગાર્નિશ કરવું.
  11. તૈયાર છે બહુ જ ટેસ્ટી લીલી તુવેર અને લીલા લસણનું ગ્રેવી વાળું શાક. તેને ગરમ ગરમ ફુલકા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર