નરગીસી પનીર સ્ટફ કોફતા કરી | NARGISI PAANEER STUFF KOFTA CURRY Recipe in Gujarati

ના દ્વારા Mumma's kitchen  |  18th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of NARGISI PAANEER STUFF KOFTA CURRY by Mumma's kitchen at BetterButter
નરગીસી પનીર સ્ટફ કોફતા કરીby Mumma's kitchen
 • તૈયારીનો સમય

  45

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

0

નરગીસી પનીર સ્ટફ કોફતા કરી

નરગીસી પનીર સ્ટફ કોફતા કરી Ingredients to make ( Ingredients to make NARGISI PAANEER STUFF KOFTA CURRY Recipe in Gujarati )

 • 500.ગ્રામ બાફેલા બટાકા નો માવો
 • 200 પનીર
 • 1/2 કપ બારીક સમારેલા ડ્રાઈફ્રુટ
 • 2 ટેબલસ્પૂન કિસમિસ
 • 1/2 કપ કોનફલોર
 • 3 કાંદા સમારેલા
 • 1 કપ ટામેટાં ની પ્યુરી
 • 10-12 નંગ કાજુ તથા બદામ
 • 4-5 નંગ તજ લવિંગ
 • 1 ટેબલસ્પૂન પલાળેલી મગજતરી અને 12-15 નંગ કાજુ
 • 2-3 લીલા મરચાં
 • 1 ટેબલસ્પૂન લાલ મરચુ
 • 1/2 હળદર
 • 1 ટેબલસ્પૂન ધાણાજીરું
 • 1 ટેબલસ્પૂન કસુરી મેથી
 • સ્વાદ અનુસાર મીઠું
 • તળવા માટે તેલ

How to make નરગીસી પનીર સ્ટફ કોફતા કરી

 1. સૌ પ્રથમ બટાકા ના માવા મા 2 ટેબલસ્પૂન કોનફલોર અને મીઠુ નાખી તેનો માવો તૈયાર કરી લો
 2. પનીર મા 2 ટેબલસ્પૂન કોનફલોર અને મીઠુ નાખી તેનો માવો તૈયાર કરી લો
 3. સમારેલા ડ્રાઈફ્રુટ મા કિસમિસ અને બારિક સમારેલા મરચાં તથા કોથમીર અને જરા મીઠુ ઉમેરી તેનુ સ્ટફીંગ તૈયાર કરી લો
 4. ત્યાર બાદ બટાકા ના માવા અને પનીર કોફતા તૈયાર કરી લો
 5. ત્યાર બાદ પનીર ના કોફતા ને વાટકી જેવો આકાર કરી તેમા ડ્રાઈફ્રુટ નુ સ્ટફીંગ કરી તેને બટાકા ના બોલ ને ચપટો ગોળો બનાવી તેમા મુકો
 6. ત્યાર બાદ તેને બરાબર બંધ કરી ને કોનફલોર મા રગદોળી લો અને આવી જ રીતે બધા જ કોફતા તૈયાર કરી લો
 7. ત્યાર બાદ આ તૈયાર કરેલા કોફતા ને ગરમ તેલ મા તળી લો
 8. ગોલ્ડન બ્રાઉન રંગ ના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો
 9. ત્યાર બાદ એક કડાઈમાં તેલ તેલ ગરમ કરવા મૂકો તેમા તજ લવિંગ લીલા મરચાં નાખી કાંદા સાંતળો
 10. તેમા કાજુ અને બદામ નાંખી ને તે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળો
 11. તે ઠંડુ થઇ જાય એટલે તેને પીસી લો
 12. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમા આ બ્રાઉન ગ્રેવી સાંતળી લો તેમા લાલ મરચુ, હળદર અને ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો
 13. તેમા ટામેટાં ની પ્યુરી ઉમેરો
 14. તેમા કસુરી મેથી ઉમેરો અને તેને 2-3 મિનિટ સુધી ઉકળવા દો, હવે આ ગ્રેવી તૈયાર છે, તેને સવૅ કરવા માટે એક સૅવીંગ બાઉલ મા કોફતા ને મુકી તેના પર આ તૈયાર કરેલી ગ્રેવી રેડી દો અને તેને કોથમીર અને કસુરી મેથી ભભરાવી ને ગારનીશ કરી લો અને તેને ગરમા ગરમ કુલચા પરાઠા કે નાન સાથે પીરસી દો
 15. તૈયાર છે નરગીસી પનીર સ્ટફ કોફતા કરી

My Tip:

કોફતા ને તળતી વખતે તેલ ખુબ જ ગરમ હોવુ જરૂરી છે નહીં તો કોફતા ખુલી શકે છે

Reviews for NARGISI PAANEER STUFF KOFTA CURRY Recipe in Gujarati (0)