હોમ પેજ / રેસિપી / મુંગ દાલ ફ્રાય

Photo of yellow mongdal fry by Hiral Pandya Shukla at BetterButter
1
5
0(0)
0

મુંગ દાલ ફ્રાય

Dec-18-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુંગ દાલ ફ્રાય રેસીપી વિશે

જયારે છુટી દાળ ન ખાવી હોય તો આ વાનગી ટ્રાય કરી શકાય. આ દાળ જીરા રાઇસ સાથે બહુ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ મગ ની પીળી દાળ
  2. એક કપ સમારેલા ટમેટા
  3. એક કપ સમારેલી ડુંગળી
  4. એક તજ
  5. એક તમાલપત્ર
  6. એક સુકું લાલ મરચું
  7. ત્રણ ચમચી બટર
  8. એક ચમચી તેલ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. હળદર એક ચમચી
  11. લાલ મરચું પાવડર એક ચમચી
  12. ધાણાજીરું એક ચમચી
  13. પાણી બે કપ
  14. જીરું એક ચમચી

સૂચનાઓ

  1. દાળ ધોઈ ને પંદર મિનીટ સુધી પલાળી દો.
  2. કુકર મા એક કપ પાણી નાખી દાળ થોડી હળદર અને થોડું મીઠું નાખીને બે સીટી કરી લો.
  3. એક કઢાઇ મા બે ચમચી બટર અને એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, ડુંગળી, ટમેટા, મીઠું, હળદર , મરચું નાખી સાંતળવું.
  4. તેમાં બાફેલી દાળ નાખી બરાબર મીશ્ર કરો.
  5. એક વઘારીયા મા ઘી નાખી તેમાં જીરું, હીંગ, સુકુ મરચું, તમાલપત્ર નાંખી વઘાર તૈયાર કરો. આ વઘાર દાળ ઉપર નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર