હોમ પેજ / રેસિપી / પનીર ગ્રેવી ભુરજી

Photo of paneer bhurji gravy by Hiral Pandya Shukla at BetterButter
503
6
0.0(0)
0

પનીર ગ્રેવી ભુરજી

Dec-18-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ગ્રેવી ભુરજી રેસીપી વિશે

પનીર ની આ વાનગી ઝડપથી બને છે અને આમા એકલા ટામેટાં ની પણ ગ્રેવી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટર બે ચમચી
  2. તેલ એક ચમચી
  3. જીરું એક ચમચી
  4. ડુંગળી અને ટમેટાં ની પેસ્ટ એક કપ
  5. લસણ ની પેસ્ટ એક ચમચી
  6. આદુ પેસ્ટ અડધી ચમચી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. હળદર અડધી ચમચી
  9. લાલ મરચું પાવડર એક ચમચી
  10. ધાણાજીરુ એક ચમચી
  11. પાણી અડધો કપ
  12. ગરમ મસાલો અડધી ચમચી
  13. ચાટ મસાલો અડધી ચમચી
  14. ત્રણસો ગ્રામ પનીર ખમણેલું

સૂચનાઓ

  1. કઢાઇ મા બટર અને તેલ મીક્સ કરી ગરમ કરો.
  2. તેમાં જીરું , ડુંગળી, લસણ, મીઠું, આદુ, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરુ અને ટમેટા ની પેસ્ટ નાંખીને તેલ છુટું પડે ત્યા સુધી સાંતળો.
  3. પાણી નાખી એક મીનીટ સુધી હલાવો.
  4. ગરમ મસાલો અને ચાટ મસાલો નાખી પાંચ મિનિટ ઉકાળો.
  5. ખમણેલું પનીર નાંખી અડધી મીનીટ હલાવો.
  6. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર