હોમ પેજ / રેસિપી / બટાકી ડુંગળી કરી

Photo of BABY POTATOES IN CURRY by Deepa Rupani at BetterButter
0
3
0(0)
0

બટાકી ડુંગળી કરી

Dec-18-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકી ડુંગળી કરી રેસીપી વિશે

નાની બટાકી અને ડુંગળી નું જાડી ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. સાથે લીલું લસણ સ્વાદ માં વધારો કરે છે. શિયાળા માં આ શાક નો ભોજન માં સમાવેશ ભોજન ને સ્વાદથી ભરપૂર બનાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 15 નાની બટાકી
  2. 7 નાની ડુંગળી
  3. 2 ટામેટા
  4. 4 tbsp સિંગ દાણા
  5. 50 ગ્રામ લીલુ લસણ
  6. 100 ગ્રામ કોથમીર
  7. 2 tbsp ધાણાજીરું
  8. 1 tsp હળદર
  9. 2 tbsp લાલ મરચું
  10. 2 tbsp ખાંડ
  11. 4 tbsp તેલ
  12. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. બટાકી અને ડુંગળી ને છાલ ઉતારી અને કાપા પડી લેવા.
  2. તેલ ગરમ મૂકી, બટાકી ને વધારો. એક બે મિનિટ એને ચડવા દો. ત્યાર બાદ ડુંગળી નાખી અને ઢાંકણ ઢાંકી, ધીમી આંચ પર ચડવા દો.
  3. ડુંગળી બટાકી ને કડાહી માં છુટ્ટી રાખવી.
  4. ત્યાં સુધી સિંગ દાણા, લસણ અને ખાંડ ને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો. ટામેટા ને પણ ગ્રાઇન્ડ કરી લો.
  5. હવે ટામેટા, વાટેલા સીંગદાણા મિશ્રણ, બાકી ના બધા મસાલા નાખી ને સરખું મિક્સ કરી લો.
  6. આમાં ઝીણી સુધારેલી કોથમીર પણ મિક્સ કરી દો.
  7. હવે આપણું શાક ચડી ગયું હશે તેમા આ તૈયાર મિશ્રણ નાખી હલકા હાથે મિક્સ કરો.
  8. હવે અડધા કપ જેટલું પાણી ઉમેરી સરખું મિક્સ કરી ,ધીમી આંચ પર થોડી વાર રાખી ગેસ બંધ કરવો.
  9. ગરમ ગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર