હોમ પેજ / રેસિપી / રીંગણ બટાકા નું રસેદાર શાક

Photo of baigan aloo curry by Asha Shah at BetterButter
1427
3
0.0(0)
0

રીંગણ બટાકા નું રસેદાર શાક

Dec-18-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ બટાકા નું રસેદાર શાક રેસીપી વિશે

આ શાક બધાના ઘરે વાર તહેવાર બનતુ રહેછે .આ ને થોડુ રસાવાડુ મારી રીતે બનાવવાની કોશીશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1 મોટું રીંગણ
  2. 2.2 મીડીયમ બટાકા
  3. 3.1 મીડીયમ ડુંગરી
  4. 4.2 મીજીયમ ટામેટા
  5. 5.3 લસણ નીકડી
  6. 6.1નાનો ટુકડો આદુ
  7. 7.1 ડંડી મીઠો લીમડો
  8. 8.2નંગ સુકા લાલ મરચા
  9. 9.1/4 રાઇ
  10. 10.1/4 જીરુ
  11. 11.ચપટી હીંગ
  12. 12.1 ચમચી લાલ કાશ્મીરી મરચુ
  13. 13.1/2 હલદર
  14. 14.11/2 ચમચી ધાણા જીરુ
  15. 15.મીઠું સ્વાદ મુજબ
  16. 16.2ચમચા તેલ
  17. 17.1ગ્લાસ પાણી
  18. 18 લીલા ધાણા સમારેલા

સૂચનાઓ

  1. 1.રીંગણ ધોઇ મીડીયમ સાઇસ કાપી પાણી માં મુકો.
  2. 2.બટાકા ધોઇ છોલી મીજીયમ કાપી પાણી મા મુકો.
  3. 3.ડુંગરી ની સ્લાઇસ પાતલી લાંબી કાપો.
  4. 4.લસણ ,આદુ વાટી લો,ટામેટા ધોઇ ને કાપવા.
  5. 5.કડાઇ મા તેલ ગરમ કરવુ .ગરમ તેલ મા રાઇ ,હીંગ ,જીરુ નાખી તતડાવવું
  6. 6.લાલ સુકા મરચા,ડુંગરી,લસણ ,આદુ નાખી ડુંગરી હલકા ગુલાબી રંગ ની થવા દેવી.
  7. 7.ડુંગરી થાય એટલે ટામેટા નાખી સુકા મસાલા નાખી ટામેટા સોફટ થાય ત્યાં સુધી હલાવતા રેવું
  8. 8.બટાકા ,રીંગણ નાખી 2/3 મીનીટ બરાબર હલાવી પાણી નાખી 10 મીનીટ ઢાંકી ચઢવા દેવું
  9. 9.વચ્ચે વચ્તે હલાવતા રેહવુ ં
  10. 10.બટાકા રીંગણ ચઢી જાય એટલે ચમચા થી થોડા મેસ કરવા.રસો જાડો થઇ જાય એટલે લીલા ધાણા સમારી ઉપર મુકવા.
  11. 11.ગરમ ગરમ સવૅ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર