હોમ પેજ / રેસિપી / સિંધી કઢી

Photo of SINDHI KADHI by Deepa Rupani at BetterButter
614
3
0.0(0)
0

સિંધી કઢી

Dec-19-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કઢી રેસીપી વિશે

આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન એટલે બધા પ્રાંત અને દેશ ની વાનગીઓ ચાખવા માટે હંમેશા તૈયાર જ હોય. પછી તે વાનગી ને પોતાના સ્વાદ અને અનુકૂળતા પ્રમાણે બનાવીએ પણ ખરા. આજે અહીં સિંધી કઢી પ્રસ્તુત કરું છું જે પરંપરાગત સિંધી કઢી ની રીત થી થોડી જુદી રીતે બનાવી છે. મુખ્ય ફેરફાર એ કર્યા છે કે મેં શાકભાજી ને ફ્રાય નથી કર્યા, તથા ખટાશ માં આમલી ને બદલે કોકમ વાપર્યા છે અને કઢી ને થોડું સ્વાસ્થ્યપ્રદ રૂપ આપ્યું છે. મેં કમલ કાકડી પણ નથી નાખી. મને આ રીતે બનાવેલી સિંધી કઢી બહુ જ પ્રિય છે. આશા છે આપ સૌ ને પણ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સુધારેલા મિક્સ શાક
  2. 10 લીમડા ના પાન
  3. 3 લીલા મરચા
  4. 1 ટુકડો આદુ
  5. 6-8 ટુકડા સરગવો
  6. 6-8 કોકમ
  7. 1 tsp મેથી દાણા
  8. 1 tsp જીરું
  9. 1 ચપટી હિંગ
  10. 1/4tsp હળદર
  11. 2 tbsp તેલ
  12. 2 tbsp બેસન
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કોકમ ધોઈ ને પાણી માં પલાળી દો. બધા શાકભાજી ધોઈ, સુધારી તૈયાર કરી લો. મરચાં ની ચીરીઓ કરી લેવી
  2. હવે તેલ ગરમ મૂકી મેથી દાણા નાખી એક બે સેકન્ડ પછી જીરું તથા હિંગ નાખી, બેસન નાખી ને સેકો. 1-2 મિનિટ પછી લીમડો તથા મરચા પણ નાખી દો. લોટ એકદમ શેકાય જવો જોઈએ
  3. સરખો લોટ શેકાય અને સુગંધ આવે એટલે 4-5 કપ પાણી ઉમેરી, સતત હલાવતા રહો. એકદમ ઉકળવા લાગે એટલે બધા શાક અને મીઠું, તથા હળદર પણ નાખી દો. ફરી ઊકળે એટલે કોકમ નાખી દેવા.
  4. બસ હવે શાક ચડી જાય અને કોકમ ની ખટાશ પણ ઉતરે ત્યાં સુધી ધીમી આંચ પર કઢી ઉકળવા દેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર