કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લિજ્જત-એ-પનીર

Photo of Lijjat-E-paneer by Shraddha Patel at BetterButter
0
3
0(0)
0

લિજ્જત-એ-પનીર

Dec-19-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લિજ્જત-એ-પનીર રેસીપી વિશે

આ એક ખુબજ સરસ પંજાબી સ્ટાઇલ સબ્જી છે. ચટાકેદાર ખાવાના શોખીન માટે એકદમ પરફેક્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 8-10 કાજુ
  2. ચાર ચમચી મગજતરી ના બી
  3. એક કપ બારીક સમારેલી ડુંગળી
  4. એક ચમચી લસણ ની પેસ્ટ
  5. એક ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. એક કપ ટામેટા નું પ્યુરી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી ધાણાજીરું
  10. 3 ચમચી કાશ્મીરી લાલ મરચું
  11. 2 ચમચી પંજાબી ગરમ મસાલો
  12. 5-6 ચમચી બટર
  13. એક તમાલપત્ર
  14. 2-3 લવિંગ
  15. 150 ગ્રામ પનીર
  16. 7-8 તાંતણા કેસર
  17. 2 ચમચી ડ્રાય ફ્રૂટ નો ભૂકો
  18. એક નંગ નાનું કેપ્સિકમના નાના કટકા
  19. 1 ચમચી કસૂરી મેથી
  20. 3 ચમચી બારીક સમારેલી કોથમીર
  21. 2 ચમચી ફ્રેશ મલાઈ
  22. એક ક્યુબ ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કસૂરી મેથી ને અડધી મિનિટ માટે તવા પર શેકી ને સાઈડ મા રાખી લો.
  2. કાજુ અને મગજતરી ના બી ને 10 મિનિટ ગરમ પાણી મા પલાળી લો. ત્યારબાદ પ્યુરી બનાવી લો.
  3. પનીર ને છીણી લો અને તેમાં ચપટી મીઠું, કેસર અને ડ્રાયફ્રુટ નો ભુક્કો નાખી મિક્સ કરો. મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવી લો.
  4. હવે એક કઢાઈ મા બટર લો. બટર ગરમ થાય એટલે તમાલપત્ર અને લવિંગ મૂકો.
  5. ત્યારબાદ લસણ અને આદુ મરચા ની પેસ્ટ સાંતળો.
  6. હવે હળદર, કાશ્મીરી મરચું અને ધાણાજીરું નાખો.
  7. હવે ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  8. હવે ટામેટા ની પ્યુરી, કાજુ મગજતરી ની પ્યુરી ઉમેરો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો અને ઢાંકી ને 8-10 મિનિટ સુધી ચઢવા દો.
  9. ગ્રેવી ચઢી જાય પછી કેપ્સિકમ ના કટકા ઉમેરી દો અને પંજાબી ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ માટે ઢાંકી ને પકાવો.
  10. હવે પંજાબી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ કસૂરી મેથી ને હાથ થી સહેજ ક્રશ કરી ને નાખો.
  11. ત્યારબાદ પનીર ના બોલ્સ નાખી મિક્સ કરી લો.
  12. હવે ઉપર થી મલાઈ નાખી અને ચીઝ છીણો, કોથમીર ભભરાવી ગરમાગરમ સબ્જી રોટી, પરાઠા કે નાન સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર