હોમ પેજ / રેસિપી / મટર પનીર

Photo of Matar paneer by Shraddha Patel at BetterButter
748
4
0.0(0)
0

મટર પનીર

Dec-19-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર પનીર રેસીપી વિશે

મટર પનીર એક પ્રખ્યાત પંજાબી સબ્જી છે. સ્વાદ મા ખુબ જ સરસ લાગતી આ સબ્જી ઓછા સમય મા બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 કપ ઉકાળેલા લીલા વટાણા
  2. 1 કપ ટામેટા ની પ્યુરી
  3. 1 કપ ડુંગળી ની પ્યુરી
  4. એક ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  5. ચાર ચમચી તેલ
  6. તેલ તળવા માટે
  7. એક ચમચી કસૂરી મેથી
  8. 3-4 ચમચી બારીક સમારેલી કોથમીર
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી ધાણાજીરું
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. 3 ચમચી કાશ્મીરી લાલ મરચું
  13. 1 ચમચી ગરમ મસાલો
  14. એક તમાલપત્ર
  15. 2 લવિંગ
  16. 2 એલચી
  17. 150 ગ્રામ પનીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પનીર ના નાના ટુકડા કરી ને તળી લો.
  2. હવે કઢાઈ મા ચાર ચમચી તેલ મૂકો. ત્યારબાદ તેમાં તમાલપત્ર, લવિંગ અને એલચી મૂકો.
  3. હવે આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો. ત્યારબાદ હળદર, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો અને ધાણાજીરું નાખી મિક્સ કરો.
  4. ડુંગળી ની પ્યુરી ઉમેરી સાંતળો.
  5. ત્યારબાદ ટામેટા ની પ્યુરી નાખી મીઠું નાખી ચઢવા દો.
  6. ગ્રેવી ચઢવા આવે એટલે વટાણા અને પનીર ઉમેરી દો.
  7. ત્યારબાદ કસૂરી મેથી અને કોથમીર નાખી ગરમાગરમ સબ્જી રોટી, પરાઠા કે નાન સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર