હોમ પેજ / રેસિપી / રાજસ્થાની લીલી હળદર કરી

Photo of Rajasthani Turmeric Curry by Purvi modi at BetterButter
530
4
0.0(0)
0

રાજસ્થાની લીલી હળદર કરી

Dec-19-2018
Purvi modi
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજસ્થાની લીલી હળદર કરી રેસીપી વિશે

લીલી હળદર ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી છે. જે બાળકો ખાતાં નથી. પરંતુ આ સબ્જી બાળકો પણ હોંશે હોંશે ખાશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. લીલી હળદર ૨૫૦ ગ્રામ
  2. ઘી ૧/૨ કપ
  3. જીરું ૧ ટી સ્પૂન
  4. તજના નાના ટુકડા ૨
  5. લવિંગ ૩-૪
  6. તમાલપત્ર ૨
  7. વાટેલું લસણ ૩-૪ ટેબલસ્પૂન
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. લાલ મરચું પાઉડર ૨ ટેબલસ્પૂન
  10. ધાણા જીરું પાઉડર ૨ ટેબલસ્પૂન
  11. દહીં ૧/૪ કપ
  12. લીલા વટાણા ૧/૪ કપ
  13. સમારેલું ફ્લાવર ૩ ટેબલસ્પૂન ( મરજીયાત)

સૂચનાઓ

  1. સૌપ્રથમ લીલી હળદર ને બરાબર ધોઈ તેની છાલ ઉતારી લો. ફરીથી ધોઈને તેને છીણી લો.
  2. તજ અને લવિંગ ને વાટી લો.
  3. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો.
  4. જીરું તતડે એટલે તેમાં તમાલપત્ર અને વાટેલા તજ લવિંગ ઉમેરો.
  5. હવે તેમાં વાટેલું લસણ ઉમેરીને બરાબર સાંતળો.
  6. છીણેલી લીલી હળદર ઉમેરીને ધીમા તાપે શેકો.
  7. સતત હલાવતા રહો અને હળદર લાલ રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. લગભગ ૧૦-૧૨ મિનિટ થશે.
  8. હવે તેમાં વલોવેલુ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો.
  9. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.
  10. લીલા વટાણા અને સમારેલું ફ્લાવર ઉમેરો.
  11. હવે તેમાં લગભગ ૧/૨ કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને ૫-૭ મિનિટ સુધી થવા દો.
  12. ગરમાગરમ લીલી હળદર કરી ને શેકેલી ભાખરી સાથે પરોસો.
  13. આ સબ્જી માં ઘી ની માત્રા વધારે હોવાને કારણે ખૂબ જ ઘી છૂટું પડે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર