BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રેસ્ટોરન્ટ જેવું મટર પનીર

Photo of Restaurant style matar paneer by Krupa Shah at BetterButter
213
3
0(0)
0

રેસ્ટોરન્ટ જેવું મટર પનીર

Dec-19-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસ્ટોરન્ટ જેવું મટર પનીર રેસીપી વિશે

એકદમ સરળ રીતે બનાવી શકાય એવું હોટલ માં મળતું મટર પનીર નું શાક ઘરે બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 મોટા ચમચા કાજુ
  2. 1 નાની ચમચી ખસખસ
  3. 1 નાની ચમચી મગજતરી ના બીજ
  4. 5-6 લસણ ની કળિયો
  5. 2 નાના લીલા મરચાં
  6. 1" નો નાનો ટુકડો આદું નો
  7. 2 મોટી ડુંગળી સમારેલી
  8. 2 મોટા ટામેટા સમારેલાં
  9. 1/2 કપ તાજા વટાણા
  10. 200 ગ્રામ પનીર
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. 2-3 મોટા ચમચા દૂધ ની મલાઈ
  13. 1 નાની ચમચી ખાંડ
  14. જરૂર મુજબ પાણી
  15. વઘાર માટે:
  16. 2 મોટા ચમચા તેલ
  17. 1 મોટો ચમચો ઘી
  18. 1 નાની ચમચી રાઇ
  19. 1 નાની ચમચી જીરું
  20. 1 તમાલપત્ર
  21. 2" ના ટુકડા તજ નાં
  22. સૂકા મસાલા:
  23. 1/4 નાની ચમચી હીંગ
  24. 1/2 નાની ચમચી હળદર
  25. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  26. 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  27. 1/2 નાની ચમચી શેકેલા જીરા નો પાવડર
  28. 1/2 નાની ચમચી ધાણા જીરું પાવડર
  29. અન્ય સામગ્રી:
  30. ઘી
  31. ગરમ કોલસો
  32. ડુંગળી નું છોટલલું

સૂચનાઓ

  1. એક નોન-સ્ટિક પેન માં તેલ અને ઘી ગરમ કરો વઘાર માટે .
  2. વઘાર ની બધી સામગ્રી ઉમેરી દો.
  3. રાઇ તતળે એટલે કાજુ, ખસખસ, માગજતરી, લીલું મરચું, લસણ, ડુંગળી, ટામેટા ની ગ્રેવી બનાવી એને ઉમેરી દો.
  4. ગ્રેવી માંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે બધા સૂકા મસાલા ઉમેરી દો.
  5. જરૂર મુજબ પાણી ઉમેરીને વટાણા(મટર) અને ખાંડ નાખી દો.
  6. હવે પનીર અને મીઠું નાંખી થોડી વાર માટે ચડવા દો.
  7. દૂધ ની મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરો અને 1-2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
  8. ગરમ કોલસા ને ડુંગળી ના છોટલા ઉપર મુકો શાક ની વચ્ચે.
  9. એના ઉપર ઘી રેડો અને તરત ઢાંકી દો 5-7 મિનિટ માટે.
  10. હવે એક સરવિંગ ડીશ માં લઇ ને સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર