હોમ પેજ / રેસિપી / મકાઈ કોફતા

Photo of Sweet and spicy corn kofta by Bansi chavda at BetterButter
951
4
0.0(0)
0

મકાઈ કોફતા

Dec-19-2018
Bansi chavda
25 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ કોફતા રેસીપી વિશે

મલાઈ કોફતા થિ થોડી મળતી આવતી આ વાનગી છે...મકાઈ માંથી બનતી ખૂબ સ્વાદિષ્ટ વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. કોફતા માટે:
  2. 1 કપ બાફેલ મકાઈ નાં દાણા
  3. 100 ગ્રામ પનીર
  4. 1 નંગ બાફેલ બટેટા
  5. 4 ચમચી કોર્ન ફ્લોર
  6. 2 ચમચી અધકચરા આદું મરચા
  7. 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
  8. 2 ચમચી લીંબુ નો રસ
  9. તેલ તળવા માટે
  10. નમક જરૂર મુજબ
  11. ગ્રેવી માટે:
  12. 4 નંગ ક્રશ કરેલા ટમેટા
  13. 2 નંગ ક્રશ કરેલ ડુંગળી
  14. 2 ચમચી આદું લસણ ની pest
  15. 4 ચમચી તેલ
  16. 2 ચમચી બટર
  17. 2 ચમચી મલાઈ
  18. 1/2 હળદર
  19. 2 ચમચી લાલ મરચાં પાવડર
  20. 1 ચમચી ધાણાજીરું
  21. 2 ચમચી ગરમ મસાલો
  22. 1 ચમચી કશુરિ મેથી
  23. 3 નંગ લવિંગ
  24. 1 નંગ તજ
  25. 1 નંગ તમાલપત્ર
  26. 1 નંગ સૂકું લાલ મરચું
  27. 2 નંગ એલચી
  28. નમક જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કોફતા માટે મકાઈ ને અધકચરી ક્રશ કરી લો તેમા બાફેલ બટેટા ,કોર્ન ફ્લોર, આદું મરચા,કોથમીર, લીંબુ નો રસ બધુ જ મિક્સ કરો
  2. પછી તેમાં પનીર અને જરૂર મુજબ નમક મિક્સ કરી દો
  3. ઍક સરખા આકાર નાં કોફતા વાળી લો
  4. મધ્યમ આંચ પર તેલ મા તળી લો
  5. ગ્રેવી બનાવવા ઍક નોન સ્ટીક કડાઈ મા તેલ મુકી સુકોં લાલ મરચું, તમાલપત્ર,લવિંગ ,તજ ઉમેરો પછી આદું લસણ ની pest અને ક્રશ કારેલ ડુંગળી ઉમેરી દો
  6. હવે તેમાં ક્રશ કરેલા ટમેટા ઉમેરી બધાં મસાલા ઉમેરી દોં સાથે માખણ અને મલાઈ ઉમેરી લો
  7. ગ્રેવી ને બરાબર ચઢવા દો નમક સ્વાદ મુજબ ઉમેરી તૈયાર કરેલા કોફતા નાખી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર