હોમ પેજ / રેસિપી / બર્મિઝ પ્યાજો (કોફ્તા) વીથ મેક્સિકન ટોસ્ટાડા ટાર્ટ

Photo of Burmese Pyazo With Mexican Toadtada Tart by Leena Sangoi at BetterButter
739
2
0.0(0)
0

બર્મિઝ પ્યાજો (કોફ્તા) વીથ મેક્સિકન ટોસ્ટાડા ટાર્ટ

Dec-19-2018
Leena Sangoi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બર્મિઝ પ્યાજો (કોફ્તા) વીથ મેક્સિકન ટોસ્ટાડા ટાર્ટ રેસીપી વિશે

મેક્સિકન અને બર્મિઝ વાનગી નો સમન્વય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • બેકિંગ
  • તળવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોફ્તા માટેની સામગ્રી:- ૧૦૦ ગ્રામ ચણા ની દાળ
  2. ૧ ટી સ્પૂન મરચાં ની પેસ્ટ
  3. ૧ ડુંગળી
  4. તેલ પ્રમાણસર
  5. મીઠું પ્રમાણસર
  6. કરી માટેની સામગ્રી:-
  7. ૧/૨ નંગ નારિયેળ
  8. ૨ ટે સ્પૂન ઘી
  9. ૩ તજ, ૩ લવિંગ
  10. ૨ નંગ બાફેલા બટાકા
  11. ૧ ટી સ્પૂન મરચું
  12. ૨ ટે સ્પૂન મેંદો
  13. ૧ ટે સ્પૂન દહીં
  14. ૩ ટે સ્પૂન દાળિયા નો ભૂકો
  15. ૧ કપ બાફેલા ચણા
  16. ૨ ઝીણી સમારેલી ડુંગળી
  17. લસણ ની ચટણી
  18. ખજૂર ની ચટણી
  19. ૨ ટી સ્પૂન ગરમ મસાલો
  20. મીઠું પ્રમાણસર
  21. મેક્સિકન ટોસ્ટાડા માટે
  22. ૧ કપ મેંદો
  23. ૧ કપ મકાઈ લોટ
  24. ૧/૪ કપ દહીં (રૂમ ટેમ્પ)
  25. ૧/૪ કપ પાણી
  26. ૧/૨ ચમચી મીઠું
  27. ૧/૨ ચમચી બેકિંગ પાવડર
  28. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  29. ૧ ચમચી રવો
  30. ૧ ૧/૨ ટેબલસ્પૂન ઘી

સૂચનાઓ

  1. કોફ્તા માટેની રીત:- ચણા ની દાળ ને રાત્રે પલાળવી. સવારે દાળને ચાળણીમાં લઇ પાણી કાઢી નાખવું. પછી દાળ માં લીલા મરચાં નાખી અધકચરું વાટવું. 
  2. તેમાં મીઠું, ડુંગળીની સ્લાઇઝ કરીને નાખવી. તેલ ગરમ મૂકી ચણાની દાળના ખીરા માંથી વડા આકારના કોફ્તા મુકવા અને તળવા.
  3. કરી માટેની રીત:- નારિયેળના છીણમાં ગરમ પાણી નાખી મિક્સરમાં વાટી નારિયેળનું દૂધ બનાવવું. કૂચા રહે તેમાં ફરી ગરમ પાણી નાખી વાટવું અને ગાળી લેવું. 
  4. એક વાસણમાં ઘી ગરમ મૂકી તજ-લવિંગ નાખવા. તેમાં બટાકાના ચોરસ ટુકડા કરી અને નારિયેળનું દૂધ નાખી હલાવતા રહેવું. 
  5. કોકોનટ કરી તૈયાર છે.
  6. મેક્સિકન ટોસ્ટાડા ની બધી સામગ્રી મિક્સ કરી સરસ રીતે કણક બનાવો.
  7. તેને ગરમ જગ્યાએ રાખો.
  8. ટોસ્ટાડા માટે સરસ રીતે મોલ્ડ્સ ગ્રીસ કરી કણકને મસળી અને તેને મોલ્ડમાં આકાર આપી બધી બાજુઓ પર નરમાશથી દબાવો.
  9. બહાર આવતા વધારાના ભાગ ને કાપી વાટકીની મધ્યમાં કાટા થી કાણા કરો અને પહેલાથી ગરમ ઓવન માં 7-8 મિનિટ માટે 180 ડિગ્રી પર બેકિંગ કરો .
  10. પીરસવા માટે:- પીરસતી વખતે ટોસ્ટાડા ટાર્ટ માં કોકોનટ કરી મૂકી ઉપર ચણા દાળ કોફતા રાખી ચટણી નાખી ચણા ચાટ થી ગાર્નિશ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર