હોમ પેજ / રેસિપી / પનીર ટીક્કા ઇન મખની ગ્રેવી

Photo of Paneer tikka in makhni gravy by Urvashi Belani at BetterButter
678
4
0.0(0)
0

પનીર ટીક્કા ઇન મખની ગ્રેવી

Dec-19-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટીક્કા ઇન મખની ગ્રેવી રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ટીક્કા બનાવ્યું છે અને તેને નારિયેળ ના દૂધ અને માવા ની મખની ગ્રેવી માં નાખી સ્મોકિં ફ્લેવર આપવા માટે કોલસા અને ઘી થી સ્મોકિંગ કરી સર્વ કર્યું છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • ગ્રીલ્લીંગ
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર ટીક્કા માટે:
  2. 150ગ્રામ પનીર (ચોરસ સ્લાઈસ માં કાપેલું)
  3. 1/2 શિમલા મિર્ચ (ચોરસ ટુકડા માં કાપેલું)
  4. 1 ડુંગળી (ચોરસ ટુકડા માં કાપેલી)
  5. 1 કપ દહીં
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી ધાણા પાવડર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. સ્વાદાનુસાર નમક
  11. 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  12. 2 ચમચી તેલ
  13. 1/2 ચમચી લીંબુ નો રસ
  14. ગ્રેવી માટે:
  15. 2 ડુંગળી (લાંબી કાપેલી)
  16. 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  17. આખો મસાલો (જીરું,તજપાન, લવિંગ, તજ,ફુલચકરી)
  18. 1/2 નારિયેળ ના ટુકડા
  19. 7-8 બદામ
  20. 6-8 કાજુ
  21. 2 ચમચી મગજતરી ના બીજ
  22. 2 ચમચી ખસખસ
  23. 1/2 કપ દૂધ
  24. 50 ગ્રામ માવો
  25. 1 ચમચી લાલ મરચું
  26. 1/2 ચમચી હળદર
  27. 1/2 ચમચી ધાણા પાવડર
  28. 1/2 ચમચી કિચન કિંગ મસાલા
  29. 1/2 ચમચી ગરમ મસાલો
  30. સ્વાદાનુસાર નમક
  31. 1/2 ચમચી કસૂરી મેથી
  32. કોથમીર
  33. સ્મોકિંગ માટે :
  34. 1 નાનો ટુકડો કોલસો
  35. 1/2 ચમચી ઘી

સૂચનાઓ

  1. પનીર ટીક્કા બનાવવા માટે મેરીનેશન બનાવવા તૈયાર કરવા દહીં માં બધા મસાલા નાખી મિક્સ કરો. પનીર ,શિમલા મિર્ચ અને ડુંગળી નાખી મિક્સ કરો અને 1 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો.
  2. ગ્રીલ પેન માં થોડું ઘી અથવા બટર નાખી બન્ને બાજુ થી ધીમી આંચ પર પનીર , શિમલા મિર્ચ અને ડુંગળી ને ગ્રીલ કરી લો.
  3. ગ્રેવી માટે બદામ ને 1 કલાક પાણી માં પલાળી રાખો અને કાજુ, મગજતરી ના બીજ અને ખસખસ ને એક સાથે દૂધ માં 1 કલાક પલાળી રાખો.
  4. હવે બદામ ને છીલી દો અને કાજુ ના મિશ્રણ માં નાખી એક સાથે પીસી લો.
  5. નારિયેળ માં થોડુ પાણી ઉમેરી મિક્સર માં પિસી લો પછી કપડાં માં દબાવી ને નારિયેળ નું દૂધ તૈયાર કરો. હવે આ દૂધ માં કાજુ બદામ ની પેસ્ટ મિક્સ કરી દો.
  6. ડુંગળી ને ઉકળતા પાણી માં નાખી 2 મિનિટ બાફી લો. ઠંડુ થયા પછી પાણી માંથી કાઢી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવો.
  7. એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો, આખો મસાલો અને લસણ આદુ ની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળો પછી ડુંગળી ની પેસ્ટ નાખીને મિક્સ કરો.
  8. જ્યારે ડુંગળી ગોલ્ડન થાય ત્યારે બધા મસાલા અને નમક નાખી નારિયેળ નું મિશ્રણ નાખી મિક્સ કરો. 5 મિનિટ પછી માવો અને કસૂરી મેથી નાખો.
  9. થોડીવાર પછી જરૂરિયાત મુજબ પાણી નાખી ઢાંકી ને સિમ આચ પર મૂકી દો.
  10. હવે પનીર, શિમલા મિર્ચ અને ડુંગળી નાખી મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બન્દ કરી દો.
  11. કોલસા ને ગેસ પર ગરમ કરવા મુકો, શાક વચ્ચે નાની વાટકી મુકો. હવે ગરમ કોલસા ને વાટકી માં મૂકી તેના પર ઘી નાખી તૈયારી માં ઢાંકણ લગાવી દો.
  12. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી કોથમીર નાખી ગરમા ગરમ પરાઠા, નાન અથવા તંદુરી રોટલી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર