BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દૂધી -આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં

Photo of Bottlegourd Gooseberry Kofta in Spinach Gravy by Aachal Jadeja at BetterButter
0
5
0(0)
0

દૂધી -આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં

Dec-19-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી -આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં રેસીપી વિશે

શિયાળામાં આમળાં અને પાલક ની બહાર હોય અને ગુણવત્તા થી ભરપૂર અને દૂધી ની તો વાત જ શુ કરવી બાળકોને ને આ શાકભાજી ખવડાવી એટલે લોઢાના ચણા ચાવ વા જેવું કામ પણ આ શાક મે નવીન રીત થી બનાવ્યુ જે મારા બાળકોને બહુ ભાવ્યુ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કોફતા માટે ની સામગ્રી
  2. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  3. ૨ કપ દૂધી ખમણેલી
  4. કિશમીશ ૭-૮
  5. ૧ કપ આમળાં ખમણેલા
  6. ૫ ચમચી ચણાનો લોટ
  7. હળદર ૧/૨ ચમચી
  8. મરચું ૧ ચમચી
  9. તેલ તળવા માટે
  10. ગ્રેવી માટે
  11. ૧ કપ પાલક
  12. ૨ ચમચી કાજુ
  13. ૧ ટમેટુ
  14. ૨ ડુંગળી
  15. ૧ મરચું
  16. ૧ કટકો આદુ
  17. ૧ ચમચી મરચું પાવડર
  18. ૧/૨ ચમચી હળદર
  19. ૧ ચમચી ગરમ મસાલો
  20. ૩ ચમચી તેલ
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. સજાવટ માટે
  23. ચીઝ

સૂચનાઓ

  1. દૂધી ની છાલ ઉતારી ખમણી લો.
  2. આમળાં ને કૂકર માં ૧ સીટી લઇ બાફી લો ,ખમણી લો
  3. પાલક ધોઇ લો ,તપેલીમાં પાણી મૂકીને ઉકાળો પાલક ને ૪-૫ મિનીટ
  4. દૂધી અને આમળાં માં થી બન્ને હાથ દબાવી પાણી કાઢી લેવું
  5. કોફતા બનાવવા માટે , બાઉલમાં ચણાનો લોટ ,મીઠુ,હળદર, મરચું, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ,
  6. કોફતા માં વચ્ચે કિશમીશ મૂકવી
  7. કોફતા બનાવી લો અને કઢાઈમાં તેલ મૂકી ધીમા તાપે તળી લો
  8. કોફતા તૈયાર છે
  9. ગ્રેવી માટે ડુંગળી, ટમેટુ, આદુમરચા, ની પેસ્ટ કરી લો
  10. કાજુ પાણી માં પલાળી રાખી દો
  11. પાલક કાજુ ની પેસ્ટ બનાવી લો
  12. આ રીતે
  13. કડાઈમાં ૩ ચમચી તેલ મૂકો
  14. ડુંગળી વાળી ગ્રેવી સાતળી લો
  15. ત્યારબાદ પાલક વાળી ગ્રેવી સાતળી લો ,તેલ છુટૂ પડે એટલે દૂધી ,આમળાં પાણી , હળદર, મીઠું, મરચું ગરમ મસાલો નાખી ૨ મિનીટ ચઢવા દો પછી કોફતા નાખી દો
  16. ચીઝ ખમણી ને નાખો સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર