BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસાલા ભીંડા

Photo of okra with masala curry by Hiral Pandya Shukla at BetterButter
1
4
0(0)
0

મસાલા ભીંડા

Dec-19-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ભીંડા રેસીપી વિશે

જયારે સુકુ ભીંડા નું શાક ખાવાની ઇચ્છા ન થાય ત્યાંરે આ વાનગી ટ્રાય કરી જુઓ.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ ભીંડા
  2. 2 ટમેટા કાપેલા
  3. 2 ડુંગળી કાપેલી
  4. કોથમીર સજાવટ માટે
  5. મલાઇ1/4 કપ
  6. તેલ 3-4 ચમચી
  7. વેસણ 1 ચમચી
  8. જીરું 1 ચમચી
  9. હીંગ 1 ચપટી
  10. હળદર 1 /2 ચમચી
  11. ધાણાજીરુ 1 ચમચી
  12. લાલ મરચું પાવડર 1 ચમચી
  13. લીલું મરચું 1 કાપેલું
  14. આદુ પેસ્ટ1/2 ચમચી
  15. ગરમ મસાલો 1 ચમચી
  16. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ભીંડા ને લાંબા કાપી લો.
  2. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં ભીંડા તળી લો.
  3. તળેલા ભીંડા કાઢી એ જ તેલ મા જીરુ, હીંગ, હળદર, ધાણાજીરુ, લીલું મરચું, આદુ પેસ્ટ, ટમેટા, ડુંગળી નાંખી સાંતળો.
  4. વેસણ નાખી તેલ છુટે ત્યા સુધી સાંતળો.
  5. પછી લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખી એક કપ પાણી ઉમેરો અને મીક્સ કરો.
  6. ઢાકી ને ચાર થી પાંચ મિનિટ ધીમે તાપે ચઢવા દો.
  7. ફેટીને મલાઇ ઉમેરો.
  8. મીઠું અને ભીંડા નાંખી મીક્સ કરી ઢાંકી ને છ થી સાત મિનિટ ચઢવા દો.
  9. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર