Photo of Chole by vaishali nandola at BetterButter
513
1
0.0(0)
0

છોલે

Dec-19-2018
vaishali nandola
360 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે રેસીપી વિશે

છોલે એક પંજાબી વાનગી છે. પણ એ ગુજરાતીઓ ના પણ મનપસંદ બન્યા છે.છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે.મે આમા પેસ્ટ અલગ બનાવીને ટ્રાય કર્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ કાબુલી ચણા
  2. 3 કપ સમારેલા ટમેટા
  3. 2 મોટા કાંદા સમારેલા
  4. 1 ચમચી આમલીનુ પાણી
  5. 3 ચમચા ઘી
  6. તમાલપત્ર
  7. હળદર,લાલમરચુ,ધાણાજીરુ,મીઠુ,ગરમ મસાલો
  8. કોથમીર
  9. પેસ્ટ માટે
  10. 1 ચમચી ધાણા
  11. 1 ચમચી જીરુ
  12. 2 એલચી
  13. 2 ટુકડા તજ
  14. 2 લવીંગ
  15. 7-8 કાળા મરી
  16. 1 ટુકડો આદુ
  17. 2-3 લીલા મરચા
  18. 7-8 કળી લસણ

સૂચનાઓ

  1. છોલે ચણા ને ગરમ પાણી કરી 6 કલાક પલાળો.
  2. ધાણા,જીરુ,એલચી,તજ,લવીંગ,કાળા મરી ને શેકી લો.
  3. ઠંડુ થાય એટલે તેમા આદુ,મરચા,લસણ નાખી પેસ્ટ તૈયાર કરો.
  4. કાંદા ને થોડા તેલ મા સાતળી લો.બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળવુ.
  5. ઠંડુ થવા દો. હવે કાંદા ને પીસેલા મસાલા મા નાખી ફરી પીસીને પેસ્ટ તૈયાર કરો.
  6. ચણાને મીઠુ નાખી બાફી લો.
  7. તેમાથી થોડા ચણા કાઢી સ્મેસ કરો.
  8. એક લોયા મા ઘી નાખી તમાલ પત્ર નાખી પેસ્ટ નાખી સાતળો.
  9. હવે ટમેટા નાખી સાતળો.
  10. તેમા હળદર,લાલ મરચુ,ધાણા જીરુ ,ગરમ મસાલો, આમલીનુ પાણી ,મીઠુ નાખી મિક્સ કરો.
  11. સ્મેસ કરેલા ચણા નાખી સાતળો
  12. બાફેલા ચણા નાખો.જરુર મુજબ પાણી નાખી ઉકળવા દો.
  13. રસો ઘટ્ટ થાય પછી તેમા કોથમીર નાખી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર