હોમ પેજ / રેસિપી / પનીર મુમતાઝ

Photo of Paneer mumtaz by Apeksha's Kitchen at BetterButter
723
2
0.0(0)
0

પનીર મુમતાઝ

Dec-19-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર મુમતાઝ રેસીપી વિશે

આ એક મોગલાઈ રેસિપી છે. કહેવાય છે કે આ રેસિપી શારજહા ની પ્રિય હતી તેથી તેને પનીર મુમતાઝ નામ આપવામાં આવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મોટી ડુંગળી
  2. 4 ટમેટા
  3. 8,9 બદામ
  4. 5,6 લસણની કરી
  5. 1 ટુકડો આદુ
  6. 2 તમાલપત્ર
  7. 3,4 લવિંગ
  8. 2 ઈલાયચી
  9. 7,8 મરી
  10. 1 નાનો ટુકડો તજ
  11. 3 ચમચી ઘી
  12. 2 ચમચી કશ્મીરી લાલ મરચું
  13. 1 1/2 ચમચી ધાનાજીરુ
  14. 1/2 ચમચી હળદર
  15. 1/2 ગરમ મસાલો
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચી ખાંડ
  18. 1/2 વાટકી મલાઈ
  19. 1/2 વાટકી કેસર પલાળેલુ દુધ
  20. કસુરી મેથી
  21. કોથમીર
  22. 200 ગ્રામ પનીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈને તેમા મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો.
  2. પાણી ઉકડે એટલે તેમા પનીરના ટુકડા નાખો. પનીર સોફ્ટ થાય એટલે પાણી માથી પનીર કાઢીલો.
  3. હવે તેજ પાણીમાં ડુંગળી, લસણ, આદુ, બદામ અને બધા ખડા મસાલા નાખી ઉકાળો.
  4. ડુંગળી સોફ્ટ થાય એટલે બધું પાણી માથી કાઢી ઠંડુ થવાદો.
  5. ઠંડુ થઈ જાય એટલે મિક્સરજાર માં લઈ બારીક પેસ્ટ તૈયાર કરીલો.
  6. એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ બનાવી.
  7. થોડી વાર સાંતળી લો. હવે તેમાં બઘા મસાલા અને મીઠું તથા ખાંડ નાખીને બરાબર ચલાવો.
  8. મસાલા માથી ઘી છૂટું પડે એટલે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો. ઘી છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો.
  9. હવે તેમા મલાઈ અને કેસર વાળું દુધ નાખો. ગ્રેવી તૈયાર કરીલો.
  10. છેલ્લા તેમાં પનીર એડ કરો. કોથમીર અને કસુરી મેથી નાખો.
  11. ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર