હોમ પેજ / રેસિપી / કોફ્તા કરી

Photo of Kofta curry by Shraddha Patel at BetterButter
381
1
0.0(0)
0

કોફ્તા કરી

Dec-19-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોફ્તા કરી રેસીપી વિશે

આ કોફ્તા કરી મા કોફ્તા અપ્પે પેન મા બનાવેલ હોવાથી લૉ ફૅટ છે. તેમ છતાં ખુબજ ચટાકેદાર છે તો જરૂર થી ટ્રાઈ કરવી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. બે નંગ બાફેલા બટેટા
  2. 100 ગ્રામ છીણેલું પનીર
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 5-6 ચમચી મેંદો
  5. બે ચમચી ડ્રાયફ્રૂટ્સ ના કટકા
  6. ત્રણ નંગ ટામેટા ના ટુકડા
  7. બે નંગ ડુંગળી ના ટુકડા
  8. 7-8 કળી લસણ
  9. એક નંગ મરચા ના કટકા
  10. એક ટુકડો આદુ છીણેલું
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચી ધાણાજીરું
  13. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. એક તમાલપત્ર
  16. 6-7 ચમચી તેલ
  17. 3-4 ચમચી બારીક સમારેલી કોથમીર
  18. 1/2 કપ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા બાફેલા બટાકા ને મસળો હવે તેમાં છીણેલું પનીર નાખો. તેમાં મીઠું અને મેંદો નાખી મિક્સ કરી લો.
  2. મિશ્રણ માંથી નાના ગોળા બનાવી લો. ગોળા ની અંદર ડ્રાયફ્રુટ ના કટકા નાખો ફરી થી ગોળા વાળો.
  3. ગોળા ને અપ્પે પેન મા તેલ લગાવી બધી સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી કોફ્તા શેકી લો.
  4. હવે એક કઢાઈ મા 2 ચમચી તેલ ગરમ કરો. હવે તેમાં લસણ ની કળી, મરચા, આદુ અને ડુંગળી નાખી 2-3 મિનિટ સાંતળો.
  5. હવે ટામેટા ઉમેરી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
  6. હવે મિક્સર મા સાંતળેલું મિશ્રણ નાખી પ્યુરી બનાવી લો.
  7. હવે ફરીથી કઢાઈ મા 3 ચમચી તેલ ગરમ કરો. ત્યારબાદ તમાલપત્ર મૂકો અને હળદર, ધાણાજીરું, લાલ મરચું અને ગરમ મસાલો નાખો.
  8. હવે તૈયાર કરેલ પ્યુરી ઉમેરો અને પાણી નાખો. મીઠું નાખી મિક્સ કરી 5-7 મિનિટ કરી ને ચઢવા દો.
  9. પીરસતી વખતે કોફ્તા નાખી કોથમીર ભભરાવો, રોટી પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર