હોમ પેજ / રેસિપી / હલવાઈ જેવા આલૂં મટર

Photo of Halvai stail alu matar by Apeksha's Kitchen at BetterButter
0
3
0(0)
0

હલવાઈ જેવા આલૂં મટર

Dec-19-2018
Apeksha's Kitchen
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હલવાઈ જેવા આલૂં મટર રેસીપી વિશે

લગ્ન પ્રસંગે બનતું આલૂંમટર નું શાક આપણને ખુબજ ભાવે છે પણ તેવું શાક ઘરે કેવી રીતે બનાવી શકાય તે ખબર નથી હોતી તો જોઈએ કે આ શાક ઘરે કેવી રીતે બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 બટેટા
  2. 1 મોટી વાટકી લીલા વટાણા
  3. 2,3 ચમચી તેલ
  4. 1/2 ચમચી જીરુ
  5. ચપટી હીંગ
  6. 1,2 તમાલપત્ર
  7. 4 ટમેટા ની પેસ્ટ
  8. 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  9. 2 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી હળદર
  11. 2 ચમચી ધાનાજીરુ
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. 1 ચમચી આમચુર પાઉડર
  14. 1 ટુકડો ગોળ
  15. કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટેટા અને વટાણા ને બાફી લો બન્ને ને જુદા જુદા બાફવા.
  2. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા હીંગ અને તમાલપત્ર નાખો.
  3. હવે તેમા ઝીણી સમારેલી ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
  4. આદુલસણ ની પેસ્ટ એડ કરો અને સાંતળી લો. બઘા મસાલા નાખી બરાબર મિક્સ કરી લો.
  5. મસાલા સંતળાઈ જાય એટલે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો અને તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો.
  6. તેલ છૂટું પડે ત્યારે તેમા પાણી એડ કરી ગ્રેવી તૈયાર કરવી. ગોળ નાખી દેવો.
  7. તેમા થોડા બટેટા મેશ કરી ને નાખવા અને થોડા સમારીને વટાણા નાખો.
  8. છેલ્લા તેમાં કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર