હોમ પેજ / રેસિપી / સ્પીનેચ મલફતી

Photo of Spinach Malfatti by Dhara joshi at BetterButter
484
1
0.0(0)
0

સ્પીનેચ મલફતી

Dec-19-2018
Dhara joshi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પીનેચ મલફતી રેસીપી વિશે

આ વાનગી પાલક અને પનીર થી બની છે. ઘઉં નો થોડો લોટ તેમા ઉમેરી તેના બોલ્સ બનાવી બાફી લીધા છે તેની સાથે પરોસવા માટે ઘરે સહેલાઈથી બની જાય એવો ટમેટા નો સોસ છે . આ ઇટાલિયન ડીસ આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપૂર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ના બોલસ બનાવવા માટે
  2. 3 કપ પાલક જીણી સમારેલી
  3. 1 કપ પનીર ( છીણેલ )
  4. 3 મોટી ચમચી ઘઉ નો લોટ
  5. 2 મોટી ચમચી લીલા મરચા ( બારીક સમારેલ )
  6. મીઠુ સ્વાદમુજબ
  7. ટમેટા સોસ માટે :
  8. 2 મોટી ચમચી ઑલીવ ઓઇલ
  9. 2 કપ ટમેટા પ્યોરી
  10. 1/4 કપ લીલી ડુંગળી ( બારીક સમારેલ )
  11. મીઠુ સ્વાદમુજબ
  12. 1 મોટી ચમચી લસણ ( છીણેલ )
  13. 1 નાની ચમચી રેડ ચીલી ફલેકસ
  14. 1/4 ચમચી લાલ મરચા પાવડર
  15. 1 નાની ચમચી ખાંડ
  16. સજાવટ માટે થોડી પનીર અને ડુંગળી

સૂચનાઓ

  1. મોટા બાઉલ મા પાલક ( બારીક સમારેલ અને પાણી મા ધોઈ ને નીચવેલ ) તેમા લીલા મરચા, મીઠુ, ઘઉંનો લોટ અને પનીર નાખી મસળી ને મિકસ કરો.
  2. તેના સમાન માત્રા મા બોલસ બનાવી લેવા. .અને સ્ટીમર મા 10 મીનીટ માટે બાફી લેવા.
  3. હવે બીજા પેન મા તેલ લો. તેમા લસણ, ડુંગળી નાખી 1 મીનીટ સાંતળો.
  4. તેમા ટમેટા પલ્પ નાખી મિક્સ કરો. રેડ ચીલી ફલેકસ, લાલ મરચા પાવડર, 1/4 કપ પાણી , મીઠુ અને ખાંડ નાખી ને મધ્યમ આંચ પર 5 થી 7 મીનીટ માટે હલાવી ને પકાવો અને પછી સાઇડ મા રાખો.
  5. પીરસવાની પ્લેટ મા ટમેટા સોસ લો અને 3 થી 4 પાલક બોલ્સ ઉમેરી સજાવી ને પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર