હોમ પેજ / રેસિપી / ચીઝ અંગુરી

Photo of Cheese Angoori. by Khushboo Doshi at BetterButter
239
1
0.0(0)
0

ચીઝ અંગુરી

Dec-19-2018
Khushboo Doshi
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ અંગુરી રેસીપી વિશે

આ એક ભરપુર ચીઝ થી બનેલ રેસીપી છે બધાને ભાવે અેવી સ્પાઈસી ચીઝી ડીશ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • પંજાબી
 • ગરમ મસાલા/તેજાના
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. 100 grms ચીઝ છીણેલુ
 2. 1/2 Cup બાફેલા બટેટા
 3. 1 Tablespoon કોર્ન ફ્લોર પાવડર
 4. 1 Tablespoon મેંદો
 5. 1 Teaspoon આદુની પેસ્ટ
 6. 1 Teaspoon બારીક સમારેલા લીલા મરચા
 7. To Taste મીઠું
 8. 1.5 Cup તળવા માટે તેલ
 9. 1 Tablespoon તેલ
 10. 2 Tablespoons ઘી ( Clarified butter)
 11. 1/4 Teaspoon આખુ જીરુ
 12. 5 સુકા લાલ મરચા
 13. 3 લવીંગ અને અેલચી
 14. 1 તજ
 15. 1 Teaspoon આદુ મરચાં ની પેસ્ટ
 16. 10 કળી લસણ
 17. કાંદા ટમેટાની પ્યુરી
 18. 1/2 Teaspoon લાલ મરચું પાવડર
 19. 1/2 Teaspoon હળદર
 20. 1/2 Tablespoon ધાણાજીરૂ પાવડર
 21. 1 Teaspoon ગરમ મસાલો
 22. 1/2 Teaspoon ચાટ મસાલો
 23. 2 - 3 ચમચી ગ્રેવી કીંગ મસાલો
 24. 1 Teaspoon કાજુની પેસ્ટ
 25. 1 Tablespoon દહીં
 26. 3 Tablespoons કોથમીર બારીક સમારેલ
 27. 1 Teaspoon કસૂરી મેથી
 28. 1 Tablespoon ફ્રેશ ક્રીમ/ ફ્રેશ મલાઈ
 29. To Taste મીઠુ
 30. 3 થી 4 ક્યુબ ચીઝ

સૂચનાઓ

 1. 1 સૌ પ્રથમ એક બાઉલ માં બટેકા મેશ કરી લો અને તેમાં લીલુ મરચુ, આદુ ની પેસ્ટ,મેંદો નાંખી અને ચીઝ નાખી મિક્સ કરી લો.
 2. 2. હવે તેના નાના નાના બોલ્સ રેડી કરો.એક ચીઝ ક્યુબ ના નાના ટુકડા રેડી કરો અને નાના બોલ્સ બનાવતી વખતે તેમાં અંદર વચ્ચે ચિઝના ટુકડા નાખી નાના બોલ્સ રેડી કરો.
 3. 3. હવે એક બાઉલમાં કોર્નફલોર ની પેસ્ટ રેડી કરો. હવે બોલ્સને ડીપ કરી બ્રેડ ક્રમસ માં રોલ કરી ડાર્ક બ્રાઉન થાય ત્યાં સૂધી ફ્રાય કરી લો.
 4. 4. 15 મિનિટ માટે પાણીમાં સૂકા લાલ મરચાં પલાળી લો. ત્યાર બાદ મરચાં લવિંગ અને અેલચી,આખા ધાણા નાખી પેસ્ટ તૈયાર કરો. આ તૈયાર કરેલ પેસ્ટ લાલ પેસ્ટ તરીકે ઓળખવામાં આવશે
 5. 5. પેન માં તેલ અને થોડુ ઘી નાખી થોડુ ગરમ થાય ત્યાં આખૂ જીરૂ નાખી આદુ મરચાની પેસ્ટ નાંખો, હવે તેમાં બારીક સમારેલ કાંદા અને થોડુ મીઠું નાખી ફ્રાય કરો.અને ત્યાં સુધી માં કાંદા ટમેટાની પ્યુરી રેડી કરી લો.
 6. 6 હવે કાંદા ગોલ્ડન બ્રાઉન થાય અેટલે ટમેટાની પ્યુરી નાંખી દો. હવે પ્યુરી ઉકળવા લાગે અેટલે તેમાં હળદર,લાલ મરચું,ઘાણાજીરૂ પાવડર,ગ્રેવીકીંગ મસાલો નાંખી ઉકળવા દો અને તેમા રેડ પેસ્ટ રેડી કરી છે તેમાં નાખી મીકસ કરો
 7. 7. હવે તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો,મીઠુ, મગજતરી-કાજુની પેસ્ટ,.ક્રીમ નાખી હલાવી મિક્સ કરી ઉકળવા દો.
 8. 8. બરાબર ઉકળી જાય અેટલે તેમાં પેલા બોલ્સ નાંખી દો. અને તેમાં થોડુ પાણી નાંખી ઉકળવા દો.
 9. 9. હવે આ અંગૂરી રેડી છે અેક બાઉલમાં નાખી ચીઝનાં ટુકડા નાખો ઉપર છીણેલુ ચીઝ થી ગાર્નીશ કરી ગરમા ગરમ રોટી નાન સાથે સર્વ કરો।
 10. તો રેડી છે ગરમા ગરમ ચીઝ અંગુરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર